ફિલ્મ જગત ના શહેનશાહ અમિતાભ બચ્ચન નો 74 મો જન્મદિવસ

0
125

આજે ફિલ્મ જગત ના શહેનશાહ અમિતાભ બચ્ચન નો 74 મો જન્મદિવસ છે. અમિતાભ બોલીવૂડ દુનિયામાં એક માત્ર એવા કલાકાર છે કે તેમનો સીતારો હજુ અકબંધ છે. દેશ અને પુરી દુનિયામાં અમિતાભ બચ્ચનના ચાહકો છે. અમિતાભ બચ્ચન આટલી ઉંચાઇ ઉપર એમનેમ નથી પહોંચી શકયા. તેમણે એવો પણ સમય જોયો છે કે તે સંપૂર્ણ પણે દેવામાં ડૂબી ગયા હતા. બચ્ચનની જીંદગી આસાન નથી રહી પરંતુ મુશ્કેલીના સમયમાં તે દ્રઢ નિશ્ર્ચય અને આત્મવિશ્ર્વાસથી કઠિનાઇ ને પણ પાર કરી ગયા છે. તેની લોકપ્રિયતા હજુ આજે પણ અકબંધ છે.
અમિતાભ બચ્ચન અને તેના ભાઇ અજીતાભ બચ્ચન બન્ને સ્કુલે પગે ચાલી ને જતા હતા. અમિતાભને એકિટંગ નો શોખ બચપનથી જ હતો. તેમના માતા તેજી બચ્ચનને પણ એકટીંગ અને ફિલ્મોમાં ઉંડોરસ હતો. બચ્ચને તેમનો શરુઆતનો અભ્યાસ સેંટમેરી સ્કુલમાં કર્યો તે બાદ નૈનીતાલમાં શેરવુડ સ્કુલમાં ભણયા સ્કુલમાં દરવર્ષે એકિટંગ શોમાં કરતા હતા. અમિતાભની પહેલી ફિલ્મ સાત હિંદુસ્તાન હતી. આ ફિલ્મ 1969 માં રીલીઝ થઇ હતી. તે બાદ આનંદ ફિલ્મમાં કામ કર્યું જેમાં રાજેષખન્ના અને અમિતાભ બચ્ચન હતા. આ ફિલ્મથી અમિતાભને ઓળખ મળી તેને સપોર્ટીંગ બેસ્ટ એકટર એવોર્ડ મળ્યો. તે પછી બોમ્બે ટુ ગોવા ફિલ્મ આવી.બાદમાં પછી થી સતત હિટ ફિલ્મો આવવા લાગી છેલ્લે તેમણે ટીવી શો કોન બનેગા કરોડપતિ માંથી પોતાની લાઇફ નો યુટર્ન લગાવ્યો.

(સુત્રોમાંથી)

NO COMMENTS