ભારત-પાક યુદ્ધ થાશે તો બોર્ડર ઉપર હું લડવા જઇશ : અન્ના હજારે

0
164

સામાજીક કાર્યકર્તા અન્ના હજારે એ જણાવ્યું કે જો ભારત પાકિસ્તાન યુદ્ધ થશે તો હું પણ બોર્ડર ઉપર લડવા જઇશ ! તેમણે વધુમાં જણાવ્યું કે આપણે લડવું ન જોઇએ. પરંતુ જો પાકિસ્તાન પોતાના માં બદલાવ નહી લાવે તો એવું પણ કરવું પડશે.
અન્ના હજારે પોતાના ઉપર બની રહેલી પિકચર સાથેના કાર્યક્રમમાં મુંબઇ પહોંચ્યા હતા. જયાં એમણે અનેક મુદ્દા ઉપર વાતચીત કરી હતી. ઉરી હુમલાને ખોફનાખ બતાવ્યો અને તેમને અચ્છે દિનનું પુછતા જણાવ્યું કે મારા કરતા તમે વધુ જાણો છો અચ્છે દિન આવ્યા છે કે નહીં ? એમએનએસ ની ધમકી ઉપર પાકિસ્તાની કલાકારો એમએનએસ તરફથી મળેલી ધમકી મુદ્દા ઉપર તેમણે જણાવ્યું કે યુદ્ધ અને કલા માં અંતર છે. બન્ને ને અલગ રાખવા જોઇએ. આર્ટ નો ઉપયોગ ખોટી રીતે કરાઇ તો તે સ્વીકાર નથી કરાતું. કેજીવાલ ઉપર બોલતા જણાવ્યું કે તેના મગજમાં સતા ઘૂસી ગઇ છે. અને જોઇએ કેટલા મંત્રીઓને કાઢવા પડે છે ? તે મારું નુકશાન છે અને તે વાતે હું દુ:ખી છું. 2011 વાળી મારી ટીમ સાથે હોત તો આછે સ્થિતી કંઇક અલગ હોત

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS