દાડમ માત્ર તંદુરસ્ત જ રાખે છે એવું નથી ચહેરા ઉપર નિખારતા અને સુંદરતા લાવે છે

0
78
ANNAR KE FAIDE
ANNAR KE FAIDE

દાડમ માત્ર તંદુરસ્ત જ રાખે છે એવું નથી પરંતુ સાથે સાથે ચહેરા ઉપર નિખારતા અને સુંદરતા પણ લાવે છે. દાડમને આયુર્વેદમાં રોગ નાશક અને સુંદરતા વધારનાર ફળ જણાવ્યું છે. આ ફાઇબર, વિટામીન સી વધારે પડતું આપે છે. તેમાં એંન્ટી ઓકસીડેટસ ના પણ ફાયદા છે. એ તો બધા જાણે છે. કે દાડમ ખાવાથી તંદુરસ્તી સારી રહે છે. દાડમનો સ્વાદ સારો હોવાથી બાળકોને પણ પસંદ હોય છે. દાડમના દાણામાં મધુર રસ ભર્યો હોય છે. પરંતુ દાડમના બીજ અને તેની છાલમાં પણ ગુણ રહેલા છે. દાડમ નિયમિત ખાવાથી હૃદય રોગ સંબંધિ બીમારી પણ ભાગે છે.

દાડમ કેન્સર જેવા રોગ સામે પણ બચાવે છે. રોગપ્રતિકારક શકિત નો પણ વધારો કરે છે. સેકસ લાઇફને પણ ખુશ રાખે છે. સુંદરતા વધારવા માટે પણ દાડમ ઉપયોગી છે. દાડમમાં વધતી ઉંમરને ઓછી કરવાના ગુણ છે. દરરોજ દાડમનો જયુસ પીવાથી ચહેરા ઉપર નિખાર આવી જાય છે. સાથે ખીલ ની સમસ્યામાં ફાયદો થાય છે.
સુર્ય ના તાપ થી બચાવ થાય છે. દાડમ દ્વારા સૂર્યના નુકશાનકારક યુવી કિરોણો ત્વચા ઉપર પડતા હોય છે ત્યારે તેનાથી પણ સુરક્ષા આપે છે. તેની છાલમાં પણ આ ગુણ રહેલ છે જેના દ્વારા સૂર્યના સીધા કિરણો ચહેરા ઉપર પડતા નથી.
ચામડીમાં ઉપર ના પડને સુરક્ષિત રાખે છે. સાથે નવા કોષના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જેના દ્વારા ચહેરો ચમકેલો બને છે. દાડમનો રસ ચામડીને પોષક તત્વ પુરું પાડે છે. ઉપરાંત પાચનશકિત તેજ કરે છે. દાડમની છાલને વાટીને ચહેરા ઉપર લગાડવાથી ખીલ દૂર થાય છે. મધ સાથે રસ ચહેરા ઉપર લગાડવાથી નિખાર આવે છે. દાડમમાં સૌથી વધુ વીટામીન સી નો ભાગ રહેલો છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS