પાસપોર્ટ માટે સૌતેલા પિતાનું નામ લખી શકાય છે : એચ.સી.

0
58
apply for passport
apply for passport

જો તમે પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા હોતો જાણી લો કે એક મોટો નિયમ માં ફેરફાર કરાયો છે. આ સંબંધમાં હાઇકોર્ટે એક નિર્ણની સુનવણી કરી હતી. જેમાં આ નિયમ અંતર્ગત પાસપોર્ટ ઉપર હવે વાસ્તવિક પિતા નું નામ નોંધણી કરાવું ફરજીયાત નથી. પાસપોર્ટ ઉપર સૌતેલા પિતા નું નામ લખાવે તો તે કાયદેસર અને માન્ય ગણાશે. પંજાબ તથા હરિયાણા માં એક મહત્વપૂર્ણ નિર્ણયમાં આ વાત નો ઉલ્લેખ કોર્ટમાં કરાયો હતો. હાઇકોર્ટે એક અરજી ઉપર પોતાની સુનવણી કરતા આ મુખ્ય નિર્ણય જાહેર કર્યો હતો. એક અરજી અનુસાર મોહાલી ના રહેવાસી એક યુવકે પોતાના પાસપોર્ટ માટે એપ્લાઇ કર્યું હતું. પાસપોર્ટ ઇશ્યુ ઓથોરીટી એ પાસપોર્ટ માં સૌતેલા પિતાના નામથી પાસપોર્ટ ઇસ્યુ કરવાની મનાઇ કરી હતી. તે પછી સિંગલ બેેચ ની સામે અરજી દાખલ કરાઇ હતી.
કોર્ટમાં અરજી કરનાર શખ્સે તેની માતા સાથે તેના પિતાના તલાક થયા હતા. પછી માં એ બીજા લગ્ન કર્યા હતા. લગ્ન બાદ નવો પાસપોર્ટ માટે અરજી કરેલ હતી. પરંતુ ચંદીગઢ પાસપોર્ટ ઓફિસે સૌતેલા પિતા ના નામથી પાસપોર્ટ ઇસ્યુ કરવા મનાઇ કરી હતી. પાસપોર્ટ રદ કરાતા શખ્સે અન્ય બીજા ડોકયુમેન્ટ સાથે ફરી અરજી કરેલ હતી. બાદમાં કોર્ટના આદેશઅનુસાર તેને પાસપોર્ટ ઇસ્યુ કરવા ફરમાન કરાયું હતું.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS