શરદી, ઉધરસ, દમ માટે અરડૂસી

0
1614
ardusi useful in life
ardusi useful in life

અરડૂસી બધા જ ભાગો પાન અને ફૂલ ઉપયોગમાં આવે છે. માણસના જીવનમાં અરડૂસી એક ઉતમ ઔષધીય છે. અને તેના ગુણો અસંખ્ય છે. ખાસ કરીને આયુર્વેદમાં તેને કફવિનાશક તરીકે ગણે છે. કફ ને પાતળો બનાવી ખાંસી સાથે બહાર કાઢે છે. એ શાન્તિકર છે. અને શ્ર્વાસનળીને વિકસિત કરે છે. અરડૂસીને વનસ્પતિનું મૂળતત્ત્વ આલ્કોલોઇડ છે. અને એક પ્રકારનું તેલ પણ છે. એ તેલમાં જંતુનિરાકરણ ગુણ છે. એટલે કે એન્ટિસેપ્ટિક છે. ખાંસી,દમ, અને મોટી ઉધરસમાં અરડૂસી લાભકારક વનસ્પિત છે. એ લોહીની નળીઓને પહોળી કરે છે.
અરડૂસીનો રસ :
અરડૂસીનાં પાનનો રસ 4 ચમચી, મધ 4 ચમચી, બંનેને મેળવી લઇ શકાય છે. માત્રા : 2 ચમચી શરદી, ઉધરસ અને દમ માં અત્યંત ગુણકારી છે.
અરડૂસીનો કવાથ :
અરડૂસીના પાન-4 તોલા, સૂંઠનું ચૂર્ણ-અડધી ચમચી, કાળાં મરીનું ચૂર્ણ-અડધી ચમચી, ખાંડ-2 તોલા, ઉકળતું પાણી – દોઢ રતલ
માત્રા : 2 ચમચી, દિવસમાં ત્રણ વાર
શરદી દમ માટે પ્રભાવશાળી ઔષધિ છે. દમના દર્દી માટે અરડૂસીના પાનની બીડી પણ બનાવાય છે.

NO COMMENTS