જરૂર પડશે તો ફરી હુમલા કરીશું : ભારતીય સેના

0
87

જમ્મુ કાશ્મીરમાં ઉડી હુમલો 18 સપ્ટેમ્બર ના રોજ થયેલો તેમાં 18 જવાન શહીદ થયા બાદ ભારતે કડક જવાબ આપ્યો છે. ભારતીય ડોયરેકટર જનરલ ઓફ મિલિટ્રી ઓફિસરે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે ભારતીય સેના એ ગઇકાલે બુધવારે સીમા ઉપર આતંકી શિબિરો ઉપર હુમલો કર્યો છે. અને કેટલાય આતંકીઓને ઠાર મારી નખાયા છે. ભારતીય સેનાએ પાકિસ્તાનને તેના જેવો જ જવાબ આપ્યો છે. જયારે પાકિસ્તાની સેના પ્રમુખ રાહિલ શરીફે જણાવ્યું કે આ યુદ્ધની ચુનૌતી છે. બાદમાં ભારતે હાલમાં એલઓસી ઉપર સુરક્ષા વધારી દીધી છે. પુરી સેનાને તમામ રાજયોને એલઓસી ઉપર એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
– સર્જિકલ સ્ટ્રાઇક ઉપર મળી સેનાની બેઠક અને જણાવ્યું જરુર પડશે તો વધુ હુમલો કરીશું.
– ભારતીય સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક પછી પંજાબ ના અટારી વિસ્તારમાં ગામ ખાલી કરાવ્યું
– અજમેર દરગાહ ના દિવાન, સૈયદે ભારતી સેના ને અભિનંદન પાઠવ્યા જણાવ્યું સેના એ પાકિસ્તાનને ઉચિત જવાબ આપ્યો.
– રાજનાથ સિંહે મોદીને ટવિટ કરી અભિનંદન પાઠવ્યા નિર્ણય માટે પી.એમ. ને વધાઇ
– બાંગ્લાદેશે સમર્થન આપ્યું, જણાવ્યું સંપ્રભુતા ઉપર હુમલા થાય તો ભારત પાસે અધિકાર છે.
– કોંગ્રેસે જણાવ્યું અમો સમર્થન આપીએ છીએ.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS