પ્રધાનમંત્રી ના ભાષણ સમયે ઉંઘતા હતા કેજરીવાલ..!

0
164

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સ્વતંત્રતા દિવસ ના મોકા ઉપર એક ફોટા ના કારણે ફરીવાર સોશિયલ મિડિયા ઉપર છવાઇ ગયા હતા. સોશિયલ મિડિયામાં શેયર થઇ રહેલી તસવીર મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નું ભાષણ દરમિયાન ઉંઘતા નજરે ચડયા હતા. પરંતુ તે વાસ્તવિક નથી કે કેજરીવાલ ઉંઘી ગયા હોય સોશિયલ મિડિયામાં આ બાબતે ઘણી કોમેન્ટો પાસ થઇ રહી છે ત્યારે ઘણા એ લખ્યું હતું કે જરુરી નથી કે તે ઉંઘતા હોય કદાચ વિપશ્યના પણ કરી રહ્યા હોય..! 70 માં સ્વાતંત્રય પર્વ નિમિતે લાલ કિલા ઉપર પ્રધાનમંત્રી મોદીના ભાષણ દરમિયાન કેજરીવાલ પોતાની પત્ની સુનીતા સાથે બેઠા હતા. તેમની પાસે રાજયસભા ના નેતા ગુલામ નબી આઝાદ બેઠા હતા. કેજરીવાલ હાલમાં 10 દિવસીય વિપશ્યના શિબિર કરી પરત ફર્યા ત્યારે સોશિયલ મિડિયા ઉપર તેની ઘણી મજાક ઉડી હતી. તો ઘણા સોશિયલ મિડિયા યુઝર્સ તો કેજરીવાલ ઉંઘતા નથી લાલકિલા ઉપરથી ભાષણનું સ્વપ્ન જોવે છે.

(સુત્રોમાંથી)

NO COMMENTS