માનહાની મામલે : કેજરીવાલ ને હાઇકોર્ટમાંથી ન મળી રાહત

0
47

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક નવી મુસીબ માં ફસાણા છે દિલ્હી હાઇકોર્ટે તેને માનહાનિ માટે ચાલનાર આપરાધિક મામલે રાહત આપવા માટે ઇન્કાર કરી દીધો છે. ઉલ્લેખનિય છે કે, કેન્દ્રિય વિત મંત્રી અરુણ જેટલી એ સી.એમ. કેજરીવાલ ઉપર માનહાની નો કેસ દાખલ કરેલ જેને રોકવા માટે કેજરીવાલ તરફથી દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરાઇ હતી. કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના અન્ય નેતા સામે માનહાની ના મામલે દાખલ અરજી ઉપર સુનવણી પછી કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ બધા સામે સામાન્ય પ્રક્રિયા નું જ પાલન કરાશે.
ઉલ્લેખનિય છે કે, વિત મંત્રી અરુણ જેટલીએ 21 ડિસેમ્બર 2015 ના દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને અન્ય આપ નેતાઓ સામે આપરાધિક માનહાની નો કેસ દાખલ કર્યો હતો. આ મામલે આરોપી ને દોષી સાબિત ઠરવા પર બે વર્ષ સુધી ની જેલની સજા પણ મળી શકે છે.
જેટલીએ કેજરીવાલ અને આપ ના અન્ય 10 નેતાઓ સામે દસ કરોડ નો સિવિલ માનહાનિ નો મામલો દાખલ કરેલ છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS