સુરતમાં રેલી : ગુજરાત માં ચૂંટણી લડવાનું એલાન : અરવિંદ કેજરીવાલ

0
103

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતા વર્ષે ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ની ચૂંટણી ની તૈયારી શરુ કરી છે. તૈયારીઓ વચ્ચે ગુજરાત ના ચાર દિવસના પ્રવાસ દરમિયાન છે. આજે કેજરીવાલ સૂરત જિલ્લામાં રેલીને સંબોધન કરશે. રેલી દરમિયાન કેજરીવાલ પાટીદાર સમાજ ને રીઝવવાની કોશિષ કરશે. સુરત માં પાટીદાર સમાજ ની મોટી સંખ્યા છે. રાજયમાં અનામત આંદોલન પછી રાજકારણમાં ઘણા સમીકરણો બદલાઇ ચૂકયા છ.ે
કેજરીવાલે જણાવ્યું કે આ રેલી મારી નથી ગુજરાતના લોકોની છે. કેજરીવાલ ના ગુજરાત ના પ્રવાસ લઇને તેના વિરોધમાં બેનરો સુત્રોચ્ચાર વચ્ચે વિરોધ પણ દર્શાવવામાં આવ્યો છે. પોતાની ચાર દિવસની યાત્રામાં ઘણી જગ્યાએ કાળા ઝંડા દેખાડવામાં આવ્યા હતા. અને કેજરીવાલ ને ગદાર જેવા શબ્દો થી પણ ઉચાર્યા હતા.
કેજરીવાલે પટેલ સમાજનું સમર્થન માંગ્યુ હતું અને તેમને ન્યાય અપાવવાનું આશ્ર્વાસન આપ્યું હતું.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS