આસારામ ના સમર્થકો સાથે પ્લેનમાં ચડી ગયા : ચરણ સ્પર્શ કરવા ભાગદોડ : પ્લેન હલક ડોલક થવા લાગ્યું !

0
94

તબિયત ખરાબ હોવાના કારણે હવાઇ માર્ગે આસારામ ને ઇલાજ માટે જોધપુર થી દિલ્હી લાવવામાં આવેલ આસારામ ના સમર્થકોએ એરપોર્ટ ખાતે હંગામો કરી મુકયો હતો. જોધપુર થી દિલ્હી માટે પ્લેન ના સફર દરમિયાન 70 માંથી 35 સીટો સમર્થકોએ બુક કરાવી લીધી હતી. અને કબ્જો જમાવી લીધો હતો.
પ્લેન ઉડતા જ સમર્થકો આસારામ ના પગ સ્પર્શ કરવા અને આર્શિવાદ લેવા ભાગદોડ કરી મુકી હતી. જેના કારણે પ્લેન હલવા લાગ્યું. આ દ્રશ્ય જોય પાયલોટ ના હોંશ ઉડી ગયા હતા. તેમણે આસારામના સમર્થકોને સીટ બેલ્ટ બાંધી શાંતીથી બેસવા અપીલ કરી હતી. બાદમાં શાંત થયા અને પ્લેન દિલ્હી પહોંચ્યુ ત્યાં એરપોર્ટ ઉપર આસારામ ને લઇજનાર પોલીસ કર્મી ખાસ નારાજ દેખાણા. પોલીસ દ્વારા ચાલુ પ્લેનમાં ટોકવામાં આવતા તોફાન મચાવી દીધું હતું.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS