આસારામ-નારાયણ ને પાણીપત કોર્ટમાં રજૂ કરાશે

0
80

દુષ્કર્મ ના આરોપી આસારામ ના ગવાહ મહેન્દ્ર ચાવલા ઉપર જાનલેવા હુમલો કરાવવાના મુખ્ય આરોપી આસારામ અને નારાયણ સાંઇ ને પોલીસ પ્રોડકશન વોરંટ ઉપર ગિરફતાર કરી પાનીપત લઇ આવશે. કોર્ટે પિતા-પુત્ર ને પ્રોડકશન વોરંટ બહાર પાડયું હતું.
હવે પોલીસ આસારામને 15 અને નારાયણ સાંઇ ને 22 સપ્ટેમ્બર ના રોજ પાનીપત કોર્ટ માં રજૂ કરશે. જયારે પોલીસ મહેન્દ્ર ચાવલા ઉપર ગોળી ચલાવવા નો આરોપી કાર્તિક ને કોર્ટ માં રજૂ કર્યો. નારાયણ સાંઇ ને વીરવાર કોર્ટમાં રજૂ કરવાનો હતો. તારીખ ઉપર ન આવતા કોર્ટે તેને તેના પ્રોડકશન વોરંટ બહાર પાડી દીધું છે. નારાયણ તે પ્રયાસમાં હતો કે વીડિયો કોન્ફરન્સ માધ્યમ થી પરંતુ એવું ન થઇ શકયું. ગુજરાત પોલીસે નારાયણ સાંઇ ને પેશ ન થવાના કારણે કોર્ટમાં લેખિત જવાબ રજૂ કર્યો ન હતો. આ કારણે કોર્ટે પ્રોડકશન વોરંટ પ્રસિધ્ધ કરી દીધું હતું.
પોલીસે આસારામ-નારાયણ ના મુખ્ય શૂટર કાર્તિક ને મહેન્દ્ર ચાવલા ઉપર ગોળી ચલાવવાના કારણે કોર્ટમાં રજૂ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, આસારામ પ્રકરણ ના મુખ્ય સાક્ષી સનૌલી મહેન્દ્ર ઉપર તેના જ ઘરમાં ઘૂસી ગોળી ચલાવી હતી. પોલીસે મહેન્દ્ર ચાવલાની જુબાની ઉપર નારાયણ સામે ગુન્હો દાખલ કરેલ હતો. ગુજરાત પોલીસે એકવર્ષ બાદ મહેન્દ્ર ચાવલા ઉપર ગોળી ચલાવવાના આરોપમાં કાર્તિકને ગિરફતાર કર્યો હતો. કાર્તિક સામે પાનીપત કોર્ટમાં કેસ દાખલ કરાયો છે.

(સુત્રોમાંથી એજન્સી)  (ફાઇલ તસવીર)

NO COMMENTS