જયોતિષ મુજબ એપ્રિલ મહિનો કેવો રહેશે

0
117
Astrology june-2017 month
Astrology june-2017 month

( શાસ્ત્રી હિરેનભાઇ એસ.જોષી-રાજકોટ  મો. 99244 05000 )

મેષ : મેષ રાશીના જાતકો માટે આ માસમાં સારા કાર્યો હાથ ધરી શકો.દામ્પત્ય જીવનમાં સુખ રહે. સ્વાસ્થ્ય બાબત સંભાળ લેવી. સંતાન બાબત ચિંતા, આવકમાં વધારો થવાની શકયતાઓ રહે.
– ઉપાય : કુળદેવી ના નામની માળા કરવી. ચંડીપાઠ ભૂદેવ પાસે પૂનમના દિવસે કરાવવા.

વૃષભ : વૃષભ રાશિના જાતક માટે અચાનક લાભ મળવાપાત્ર છે. વાણીમાં સંયમ રાખવો. વ્યવસાયમાં સફળતા મળે. ધાર્યું પરિણામ મેળવી શકો. કોઇ સાથે વાદ વિવાદમાં પડવું હિતાવહ નથી.
– ઉપાય : શનિવાર ના વ્રત કરવા. શનિના મંત્ર. ઓમ શં શનિશ્ર્વરાય નમ : ની ત્રણ માળા કરવી.

મિથુન : મિથુન રાશિવાળા જાતક માટે વ્યવસાય બાબતે ચિંતા રહે, સરકારી ક્ષેત્રથી લાભ રહે, દામ્પત્યજીવનમાં તકરાર ન થાય તેની ખાસ તકેદારી રાખવી. પડવા વાગવાથી સંભાળવું.
– ઉપાય : મહાદેવજી ઉપર જલાભિષેક કરવો અથવા રૂદ્રીનો પાઠ બ્રાહ્મણ પાસે મંદિરમાં કરાવવો.

કર્ક : કર્ક રાશિવાળા વાળા જાતકો આ માસમાં જમીન મકાન, ક્ષેત્રમાં સફળતા, ભાઇઓ સાથે સારોમનમેળ રહે. શત્રુ પર વિજય મેળવી શકો.વ્યવસાયમાં સફળતા મળે. દામ્પત્યજીવનમાં મધુરતા સાંપડે.
– ઉપાય : ગણપતિજીના અથર્વ શિષ ના પાઠ કરવા. અથવા તો વિદ્વાન બ્રાહ્મણ પાસે પાઠ કરાવવા.

સિંહ : સિંહ રાશી વાળા જાતકો માટે આ માસ માં અચાનક વ્યાધિ, ચિંતા, ઉપાધી રહે. સંતાન બાબતે સારા સમાચાર મળે. વ્યવસાય બાબતે સંભાળવું, વાણી અને વર્તમાં સંયમ જાળવવો.
– ઉપાય : હનુમાન વડવાતલ સ્ત્રોતના પાઠ કરવા. ભૈરવ મંદિરે દર્શન કરવા. મહાકાળી માને શ્રીફળ વધારવું.

કનયા :  રાશિ વાળા જાતકો માટે પ્રભાવ શાળી વ્યકિતત્વ, સારું પદ મળવા ને પાત્ર છે. વ્યવસાયમાં તકેદારી રાખવી. ભ્રાન્તિ એટલે કે ભ્રમરવૃતિ આવે. સમય જોઇને ચાલવું હિતાવહ રહે.
– ઉપાય : મહાદેવજીની ઉપાસના કરી. 108 નારાયણ કવચના પાઠ કરવા અથવા બ્રાહ્મણ પાસે કરાવવા.

તુલા : તુલા રાશી વાળા જાતકો માટે આ માસ દરમ્યાન રાજકીય ક્ષેત્રમાં સારો પ્રભાવ, આંખ કે દાંત ને લઇને સમસ્યા થવી, તેમજ વ્યવસાય બાબત સારું રહે. પરંતુ થોભો અને રાહ જેવો જેવી નીતી અપનાવવી.
– ઉપાય : કુળદેવીને ખીરનું નૈવેદ્ય ધરાવવું, દર શુક્રવારે તે પ્રસાદ બધા કુટુંબની વ્યકિતએ લેવો.

વૃશ્ર્વિક : વૃશ્ર્વિક રાશીના જાતકો માટે આ માસ દરમ્યાન શરીરમાં રકત સંબંધિ કોઇ બીમારી ન આવે તે જોવું. અચાનક ચિંતા આવી પડે. વિચારવાયુ થવાના સંકેત વધારે રહેશે. શાંત રહેવું.
– ઉપાય : ચંદ્રના જાપ અથવા ચંદ્રના મંત્રના જાપ પોતે અથવા તો બ્રાહ્મણ પાસે કરાવવા. ઓમ સોમાય નમ :

ધન : ધન રાશી વાળા માટે આ માસ દરમ્યાન તનાવ,વ્યાધિ વધુ રહે. હાથમાં આવેલું કામ સરકતું લાગે. સ્વભાવમાં ચંચળતા રહે. દરેક કાર્ય સાવધાની પૂર્વક કરવા આ માસમાં તમારે યોગ્ય રહે.
– ઉપાય : દત્તબાવની ના પાઠ કરવા પોતાનાથી ન થઇ શકે તો બ્રાહ્મણ પાસે કરાવી શકાય. ગુરુવારનું એકટાણુ કરવું.

મકર : મકર રાશી વાળા જાતકો માટે આ માસ દરમિયાન ભાઇ ભાંડૂ સાથે કોઇ કલેશ ન થાય તેની તકેદારી રાખવી. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી. કોઇના દોરવાયા દોરવાઇ ન જવું. કોઇપણ કાર્યમાં સંભાળવું
– ઉપાય : માતાજીની ઉપાસના કરવી. શકય હોય તો નવાર્ણ મંત્ર નું અનુષ્ઠાન કરવું ફાયદાકારક રહે.

કુંભ : કુંભ રાશી વાળા જાતકો માટે આ માસ દામ્પત્યજીવન માં કોઇ કલહ ન થાય તે જોવું. કુટુંબ તરફથી પરેશાની, ચિંતા થવા સંભવ રહે આમ છતાં કોઇ દૈવી શકિત આપનું રક્ષણ
કરી શકે.
– ઉપાય : પીળો દોરો ત્રણ વળો કરી હાથમાં પહેરવો. વડના ઝાડ નીચે થોડું મિષ્ટાન મુકવું.

મીન : મીન રાશી વાળા જાતકો માટે આ માસ સારો સમય છે. સફળતા મળવા પાત્ર છે. રાજકિય ક્ષેત્રે સારો પ્રભાવ જળવાઇ રહે. સ્વાસ્થ્ય બાબતે થોડી વધારે કાળજી રાખવી પડે તેવી શકયતાઓ છે.
– ઉપાય : પોતાની એક જોડી કપડા કોઇ ગરીબ ને આપવા. અથવા નવી જોડી કપડાની લઇ હાથ અડાડી આપવા.

 

આપના જીવનને  મુંઝવતા તથા વિકટ પ્રશ્ર્નોના જવાબ  માટે :
શાસ્ત્રી હિરેનભાઇ એસ.જોષી-રાજકોટ  મો. 99244 05000

NO COMMENTS