જયોતિષ મુજબ ફેબ્રુઆરી મહિનો કેવો રહેશે

0
167
astrology february month
astrology february month

(શાસ્ત્રી હિરેનભાઇ એસ.જોષી-રાજકોટ)

મેષ : મેષ રાશીના જાતકો માટે આ માસમાં મીશ્ર પ્રભાવ આપવાવાળું બની રહેશે. સરકારી કાર્ય માં સફળતા, ધાર્મિક કાર્ય માં ધન ખર્ચ તેમજ ભાગ્યનો ઉદય થતું લાગે. સંતાન તરફ તેમજ વિદ્યાભ્યાસમાં ચિંતા રહે.
– ઉપાય : ગણપતિજીની આરાધના કરવી દરરોજ ત્રણ માળા ઓમ ગં ગણપતયે નમ: ની માળા કરવી.

વૃષભ : વૃષભ રાશિના જાતક માટે શનિની અઢી વર્ષની પનોતી ચાલુ થઇ છે. ધન-ખર્ચ કરાવનાર, કર્જ કરાવનાર ન બને તેનું ધ્યાન રાખવં. કોઇ ઇષ્ટદેવતાની ઉપાસનાથી સંકટ દૂર થઇ શકે છે.ધન નો વ્યય ન થાય તે ખાસ જોવું
– ઉપાય :  શનિ સ્ત્રોત નો પાઠ કરવો. શિવજી ઉપર અભિષેક કરવો. ગાયોને ઘાસ નાખવું.

મિથુન  : મિથુન રાશિવાળા જાતક માટે ભાઇ ભાંડુ સાથે વિવાદ થવા સંભ્, દામ્પત્યજીવન માં સમજણથી કામ લેવું. નાણાંની લેવડ દેવડ માં ધ્યાન રાખવું. બ્લડ પ્રેશરથી સંભાળવું. ક્રોધ ઉપર ખાસ કાબૂ રાખવો.
– ઉપાય : ગુરુવારે વિષ્ણુ સહસ્ત્ર ના પાઠ કરવા. તેમજ યોગ્ય બ્રાહ્મણને પીળા વસ્ત્રનું દાન કરવું.

કર્ક : કર્ક રાશિવાળા વાળા જાતકો આ માસમાં અચાનક ખર્ચ, તેમજ મુસાફરીનો યોગ છે. પ્રણયમાં સફળતા મળે, સરકારી ક્ષેત્રથી સફળતા તેમજ અગ્રતા મળવા પાત્ર છે.સંગ દોષથી સંભાળવું. ચિંતામાં ગરકાવ ન થવાય
– ઉપાય : સોમવારે મહાદેવજી ઉપર સ્વયં અભિષેક કરવો. કુળદેવીની આરાધના કરવી.

સિંહ : સિંહ રાશી વાળા જાતકો માટે આ માસ દરમ્યાન દામ્પત્યજીવનમાં કલહ ન થાય તેની તકેદારી રાખવી. ધન લાભ મળવાપાત્ર છે. અચાનક સારા સમાચાર મળી શકે. કાર્યક્ષેત્રમાં અગ્રેસરતા મળવા પાત્ર છે.
– ઉપાય : ગણપતિને દરરોજ સીંદુર નું તીલક કરવું બુધવારે એક લીલું નાળિયેર મહાદેવજીને ધરાવવું.

કનયા : કનયા રાશિ વાળા જાતકો માટે માસ દરમ્યાન નવું વાહન તથા મકાન ખરીદી યોગ બને, વગર વિચાર્યે સાહસ ન કરવું. રાહુ સંગ દોષ કરાવે તથા ખોટા નિર્ણય કરાવે. ખાસ તકેદારી રાખવી.
– ઉપાય : દર શનિવારે પીપળે પાણી રેડવું તેમજ સાંજના સમયે સરસવ ના તેલનો દિવો કરવો.

તુલા : તુલા રાશી વાળા જાતકો માટે આ માસ દરમ્યાન સારો લાભ મળવાપાત્ર છે. ધર્મકાર્યમાં ધન વ્યય, શત્રુ પર વિજય, પરાક્રમમાં વૃદ્ધિ તેમજ ભાગીદારી સંબંધી કાર્યમાં સફળતા મળવાપાત્ર છે. રાજકિય સફળતા મળે.
– ઉપાય : શુક્રવારે કેસરયુકત ખીર માતાજીને ધરાવી શ્રી સૂકતમ ના પાઠ કરવા જોઇએ.

વૃશ્ર્વિક : વૃશ્ર્વિક રાશીના જાતકો માટે આ માસ દરમ્યાન દામ્પત્યજીવનમાં મધુરતા તેમજ સુલેહ થવા પાત્ર છે. વ્યવસાયમાં ધાર્યો પ્રતિસાદ ન મળે, ત્વચા ના રોગની સમસ્યા થી ખાસ સંભાળવું.
– ઉપાય : સૂર્યનારાયણને સૂર્યોદય પહેલા અર્ઘ્ય અર્પણ કરવો. તેમાં કંકુ, ચોખા તેમજ લાલપૂષ્પ રાખવા.

ધન  : ધન રાશી વાળા માટે આ માસ દરમ્યાન આરોગ્યને લઇને સમસ્યા ઉદભવી શકે છે. શનીની સાડાસાતનો બીજો તબકકો ચાલુ થાય છે. જે કષ્ટ આપનાર ન બને તે ખાસ ધ્યાન રાખવું. નાણાકિય તકેદારી રાખવી.
– ઉપાય : દરરોજ સુંદરકાંડના નવ દોહાનું પઠન કરવું. 11 હનુમાન ચાલીસાના પાઠ કરવા.

મકર : મકર રાશી વાળા જાતકો માટે આ માસ સુખમાં વૃદ્ધિ થાય, સારા સમાચાર મળે. રાજકિય ક્ષેત્રે ફાયદો થાય. અચાનક બીમાર ન પડાય તે ખાસ જોવું. નવું કાર્ય આરંભ કરી શકો. ભાગ્યની ઉતરોતર વૃદ્ધિ થતી હોય તેવું લા
– ઉપાય : ઓમ શં શનિશ્ર્વરાય નમ : ની સાંજના સમયે પશ્ર્ચિમ દિશામાં મુખ રાખી ત્રણ માળા કરવી.

કુંભ : કુંભ રાશી વાળા જાતકો માટે મન અશાંત ઉદ્વેગ, વ્યગ્ર રહ્યા કરે. સતત અજંપો લાગે. ભાગીદારી ના કાર્યમાં સફળતા મળે, ગુરુની શુભદ્રષ્ટિથી ધન લાભ થઇ શકે. સાહસમાં વૃદ્ધિ થાય. બૌદ્ધિક શકિતનો વિકાસ થાય
– ઉપાય :  દતબાવનીના 11 પાઠ દરરોજ કરવા, સાત ધાન્ય મીક્ષ કરી પક્ષીને ચણ દરરોજ નાખવું.

મીન : મીન રાશી વાળા જાતકો માટે આ માસમાં કોઇક અલૌકિક અનુભવ થવા સંભવ છે. અચાનક લાભ મળી શકે છે. કોઇ પોતાના અંગત સાથે દગાબાજી ન થાય તેનો ખ્યાલ રાખવો જમીન કાર્યમાં સફળતા મળે.
– ઉપાય : પૂર્વજોનું સ્મરણ કરવું, કુળદેવીની ત્રણ માળા દરરોજ કરવી. પિતૃકાર્ય થઇ શકે તો કરવું.

 

આપના જીવનને  મુંઝવતા તથા વિકટ પ્રશ્ર્નોના જવાબ  માટે :
શાસ્ત્રી હિરેનભાઇ એસ.જોષી-રાજકોટ  મો. 99244 05000

NO COMMENTS