જયોતિષ મુજબ મે મહિનો કેવો રહેશે

0
184
Astrology may-2017 month
Astrology may-2017 month

મેષ : મેષ રાશીના જાતકો માટે આ માસમાં સરકારી કામમાં સફળતા મળે. સંતાન બાબત ચિંતા રહે, તેમજ વૈભવી જીવન અથવા સારો લાભ મળવાપાત્ર છે. યાત્રા પ્રવાસ થવાની સંભાવના છે.
– ઉપાય : વિષ્ણુ ભગવાનની ઉપાસના તેમજ આદિત્યહૃદય સ્તોત્ર પાઠ કરવા, કુળદેવીનો દિવો કરવો.

વૃષભ : વૃષભ રાશિના જાતક માટે આ માસ માં લક્ષ્મી પ્રાપ્તિ થવાના યોગ છે. વાહન થી સંભાળવું, ધાર્મિક કાર્ય થવા સંભવ, સ્વભાવ વધારે પડતો ઉગ્ર અને વ્યગ્ર બને, પ્રણય માં સફળતા પ્રાપ્ત થાય.
– ઉપાય : શનિદેવની આરાધના કરવી ગુરુવારના એકટાણા કરવા. શનિદેવને અડદ ચડાવવા.

મિથુન : મિથુન રાશિવાળા જાતક માટે આ માસમાં મન ઉદવેગ વાળું રહે, ચિંતા વધારનાર, ભાઇ ભાંડુ સાથે મતભેદ ન થાય તેની તકેદારી રાખવી. વાણીમાં વિવેક રાખવો, નિર્ણય શકિતમાં ચંચળતા રહે.
– ઉપાય : મહાલક્ષ્મીજીની આરાધના કરવી, સાત નાની દિકરીને શુક્રવારના દિવસે જમાડવી.

કર્ક : કર્ક રાશિવાળા વાળા જાતકો આ માસમાં આપતિ,અપયશ ભાઇઓ સાથે મતભેદ થવા સંભવ છે. સરકારી ક્ષેત્રે સફળતા મળવા પાત્ર છે. ધનખર્ચ વધારે થવાની શકયતાઓ જણાઇ રહી છે.
– ઉપાય : પિતૃસ્તવ સ્તોત્ર ના પાઠ ભૂદેવ પાસે કરાવવા અથવા પોતે પણ કરી શકે. પીપળે જળ ચડાવવું.

સિંહ  : સિંહ રાશી વાળા જાતકો માટે આ માસ માં વિચારોના વમળમાં ફસાયા હોય તેવો ભાસ થાય. અથવા ભ્રમિત થવાય, જમીન ના કાર્યમાં સફળતા મળે, ભાગ્ય દ્વારા ધન પ્રાપ્તિ નો લાભ મળે.
-ઉપાય : ચંદ્રના જાપ કરવા અથવા તો 108 સફેદ ફૂલ ચંદ્રની મૂર્તિ ઉપર ચડાવી પ્રાર્થના કરવી.

કનયા :  કનયા રાશિ વાળા જાતકો માટે ગુરુ સારુ ફળ આપનાર બને છે. બુદ્ધિ ભ્રમિત થાય અથવા ખર્ચ વધારે થાય, તકેદારી ન રાખો તો સ્વાસ્થ્ય ઉપર અસર પહોંચે, કુંવારા માટે વિવાહના યોગ બને.
– ઉપાય : મહાદેવજી ઉપર બુધવારે કાળા તલ અને દૂધથી અભિષેક કરવો, તેમજ ચંડીપાઠ કરવા.

તુલા : તુલા રાશી વાળા જાતકો માટે આ માસ દરમ્યાન ખર્ચમાં વધારો થાય. તેમજ અચાનક લાભ મળવાપાત્ર છે. પ્રિય વ્યકિત સાથે મિલન થાય,જમીન મકાનના કામમાં સફળતા મળે,સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહે
– ઉપાય : વિષ્ણુ ભગવાનની ઉપાસના કરવી. વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા, તથા દત્તબાવના ના પાઠ કરવા.

વૃશ્ર્વિક : વૃશ્ર્વિક રાશીના જાતકો માટે આ માસ દરમ્યાન રકતપાચાપને લઇને સંભાળવું, આર્થિક મુશ્કેલી હળવી થતી લાગે, દામ્પત્યજીવનમાં મધુરતા, સંતાન બાબતે પ્રશ્ર્ન હળવા થાય.
– ઉપાય : શનિની ઉપાસના કરવી, શ્રી સુકતમ ના પાઠ કરવા અથવા તો જાતે ન કરી શકો તો ભૂદેવ પાસે કરાવવા.

ધન : ધન રાશી વાળા માટે આ માસ દરમ્યાન નિર્ણય શકિતમાં ચંચળતા જણાય, બુદ્ધિ ભ્રમિત થતી લાગે, ખોટા કેસ અથવા તો અપજશ મળવાની શકયતાઓ જણાય, દામ્પત્યજીવનમાં તકેદારી રાખવી.
– ઉપાય : મહાદેવજીની ઉપાસના કરવી શિવલીંગ ઉપર જળાભિષેક કરવોતેમજ શનિવારે સુંદરકાંડના પાઠ કરવા

મકર  : મકર રાશી વાળા જાતકો માટે આ માસ દરમિયાન મકાન-વાહન લેવાના યોગ બને છે,ખર્ચ વધુ રહે, સંતાન બાબતથી સાથ સહકાર મળવા પાત્ર છે, અણધારી ચિંતા આવી શકે, ઉગ્રતા જણાય. મનને શાંત રાખવું.
– ઉપાય : સર્પસુકતમ ના પાઠ કરવા તેમજ પાઠ કરી મહાદેવજીને અર્પણ કરવા જલાભિષેક કરવો.

કુંભ  : કુંભ રાશી વાળા જાતકો માટે આ માસ મસ્તિષ્કને લઇને કોઇ બિમારી આવે, ભાઇઓનો સાથ રહે, અચાનક લાભ મળવાપાત્ર છે, પ્રણય સંબંધી સફળતા પ્રાપ્ત થાય. યાત્રા પ્રવાસના યોગ પણ બને.
– ઉપાય : ગણેશજીની ઉપાસના કરવી, ગણપતિ અથર્વશિષના પાઠ કરવા અથવા તો ભૂદેવ પાસે કરાવવા.

મીન : મીન રાશી વાળા જાતકો માટે આ માસ આર્થિક બોજો વધે, દામ્પત્યજીવનમાં ખટરાગ રહે, તેમજ ઓચિંતા વ્યાધિ ઉપાધી આવી પડે, વ્યસનથી દૂર રહેવું. કોઇ મિત્ર દ્વારા મદદ મળી રહે.
– ઉપાય : કોઇ ભૂદેવ પાસે દત્તયાગ અથવા તો રૂદ્રયાગ કરાવવો. કુળદેવી નો દિવો કરવો.

આપના જીવનને  મુંઝવતા તથા વિકટ પ્રશ્ર્નોના જવાબ  માટે :
શાસ્ત્રી હિરેનભાઇ એસ.જોષી-રાજકોટ  મો. 99244 05000

NO COMMENTS