જયોતિષ શાસ્ત્ર મુજબ ડિસેમ્બર માસ કેવો રહેશે ?

0
268
Astrology your december month
Astrology your december month

(શાસ્ત્રી હિરેનભાઇ એસ.જોષી-રાજકોટ)

મેષ : મેષ રાશીના જાતકો માટે આ માસમાં વ્યવસાય સંબંધી સફળતા મળે. રાજકીય લાભ અથવા અચાનક લા ભ મળવા પાત્ર છે. વાહનથી સંભાળવું ઉતાવળા નિર્ણય ન લેવા. શરીર બાબત સંભાળ લેવી.
– ઉપાય : ગણપતિજીને મંગળવારે દુર્વા તેમજ ગોળ અર્પણ કરી પ્રસાદ તરીકે આરોગવા જોઇએ.
વૃષભ : વૃષભ રાશિના જાતક માટે વ્યવસાય બાબતે ચિંતા રહે મંગળ ભાગ્ય સ્થાનમાં ગોચરમાં સારું પરિણામ આપે. ભાગ્ય દ્વારા પ્રાપ્ત થાય. દામ્પત્યજીવનમાં કલેશ ન થાય તેની તકેદારી રાખવી. સંતાન બાબતના પ્રશ્ર્નોનું નિરાકરણ આવે.
– ઉપાય : શુક્રવારે લક્ષ્મીજીને ખીરનો શ્રીફળ પ્રસાદ ધરાવવો. પ્રસાદી લેવી.
મિથુન : મિથુન રાશિવાળા જાતક માટે જમીન બાબત વિવાદ થાય અથવા તે પ્રશ્ર્ન ગુંચવાય, પારિવારીક પ્રશ્ર્નો વધે, ધર્મ બાબતે ખર્ચ થાય, તબિયત સંભાળવી, દામ્પત્યજીવન સારું રહે. અચાનક લાભ મળવા પાત્ર છે.
– ઉપાય : વિષ્ણુસહસ્ત્રના પાઠ કરવા તેમજ ગુરુવારે કેળાનું દાન કોઇ યોગ્ય બ્રાહ્મણ ને કરવું જોઇએ.
કર્ક : કર્ક રાશિવાળા વાળા જાતકો આ માસમાં અચાનક સંપતિ પ્રાપ્ત થવાના યોગ છે. સ્ત્રીઓ વિશે તબિયત સાચવવી. સંતાનો બાબતે તેમના તરફથી સહકાર મળવા પાત્ર છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. વિદેશ જવાના યોગ બને. પ્રેમસંબંધ યોગ બને.
– ઉપાય : શ્રી સુકતના પાઠનું નિયમિતપણે વાંચન કરવું.
સિંહ : સિંહ રાશી વાળા જાતકો માટે આ માસ દરમ્યાન પતી પત્ની વચ્ચે વિવાદ ન થાય તેની તકેદારી રાખવી. આવક કરતાં ખર્ચ વધી ન જાય તે જોવું. રકત સંબંધી બિમારીથી ચેતવું. કોઇના દોરવાયા દોરાઇ ન જવું. વ્યવસાયમાં ખાસ ધ્યાન રાખવું.
– ઉપાય : શિવ મંદિર દુધ-કાળા તલ ચઢાવવા, સાંજે શિવતાંડવનો પાઠ કરવો.
ક્ધયા : ક્ધયા રાશિ વાળા જાતકો માટે માસ દરમ્યાન ઘણું બધું સારું છે. શત્રુઓ તેમના પર હાવી થવા પ્રયત્ન કરે પણ ફાવશે નહિં. કોઇ દૈવી શકિતનો અનુભવ થવા સંભવ છે. વ્યવસાયમાં આગળ વધવાના સંકેત છે. મીલ્કત ખરીદીનો યોગ બને.
– ઉપાય : દતબાવનીના 7 તેમજ ગુરુવારે 11 વખત પાઠ કરવા.
તુલા : તુલા રાશી વાળા જાતકો માટે આ માસ દરમ્યાન ક્ધયાનો ગુરુ ધર્મ બાબત ખર્ચ કરાવનાર બને. ભાઇ ભાંડુ સાથે વર્તનમાં તકેદારી રાખવી. જમનીના કાર્યમાં સફળતા મળે. સંતાન બાબતે તકેદારી રાખવી. આવક કરતાં ખર્ચ ન વધી જાય તે ખાસ જોવું.
– ઉપાય : દુર્ગાની આરાધના કરવી. શુક્ર તથા રવિવારે માતાજી મંદિરે શણગાર કરવો
વૃશિક : વૃશિક રાશીના જાતકો માટે આ માસ દરમ્યાન પૈસાનો બગાડ અથવા અટવાય જાવ તેવા સંકેત મળે છે. વ્યવસાયમાં સહેજ ધીમી ગતિ રહે. ભાગીદારી થી સંભાળવું. દાંપત્યજીવન મધ્યમ રહે. કલેશ ન થાય તેનું ધ્યાન રાખવું. ભાઇઓથી સહકાર મળે
– ઉપાય : શનિવારે સાંજના સમયે પીપળે પાણી, સરસવ તેલનો દિવો કરવો
ધન : ધન રાશી વાળા માટે સ્થાવર મિલ્કત મળવા પાત્ર છે. વ્યવસાયમાં થોડી તકેદારી રાખવી. આવક સારી રહેશે. કુંવારા ને વિવાહિત વાત આગળ વધે. ભાઇઓ સાથે મધ્યમ પ્રકારનો વ્યવહાર થાય. તબિયત ની કાળજી ખાસ લેવી.
– ઉપાય : શનિવારે ભિખારી તેમજ અપંગને ભોજન આપવું એકટાણાં કરવાં.
મકર : મકર રાશી વાળા જાતકો માટે લક્ષ્મી પ્રાપ્તિના સારા સંકેતો છે. શનિ મંગળનો પરિવર્તન યોગ અચાનક લાભ અપાવી જાય. ભાગ્યદ્વારા પણ મળવાપાત્ર છે. આમ છતાં નિર્ણય વિચારીને કરવા. બીજે રાહુથી વાણીથી સંભાળવું.બોલતા પહેલા વિચારવું.
– ઉપાય : બુધવારે કામળો, ઉનનું વસ્ત્ર કોઇ ગરીબને રાત્રે ઓઢાળવું.
કુંભ : કુંભ રાશી વાળા જાતકો માટે રકતને લગતી સમસ્યા ઉદભવી શકે છે. માનસિક તણાવ ઉપદ્રવ મન અશાંત રહે, દામ્પત્યજીવનમાં પણ સંભાળવું. વાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. ધન બાબત સુખ સારું રહે. પિતા સાથે મતભેદ રહે. સરકારી કામ આગળ વધે.
– ઉપાય : શિવ ઉપાસના કરવી તેમજ કુળદેવીની ઉપાસના કરવી હિતાવહ છે.
મીન : મીન રાશી વાળા જાતકો માટે આ માસમાં મીશ્ર ફળ આપનાર બની રહે. સંગ દોષ ન થાય તેની તકેદારી રાખવી. છુપા દુશ્મનથી સાવચેત રહેવું, કોર્ટ કચેરી ના યોગ બને છે તો તકેદારી રાખવી. વિચારોના વંટાળમાં અટવાય ન જાવ તેનુ ધ્યાન રાખવું.
– ઉપાય : બુધવારે ગાયને ઘાસ ખવડાવવું, બુધવારે એકટાણાં મગ ખાઇને

આપના જીવનને મુંઝવતા તથા વિકટ પ્રશ્ર્નોના જવાબ માટે : શાસ્ત્રી હિરેનભાઇ એસ.જોષી-રાજકોટ
મો. 9924405000

NO COMMENTS