જયોતિષ શાસ્ત્ર મુજબ ડિપ્રેસનનો ભોગ…

0
1572

ડિપ્રેસન જયારે માણસને આવે ત્યારે રાજા પણ રંક બની જાય છે. ડિપ્રેસન એટલે માણસના જીવનમાં એક પ્રકારની નિરાશા તમારા વ્યકિતત્વનને અને તમારા આત્મવિશ્ર્વાસને છિન્ન ભિન્ન કરી નાખે છે. પરંતુ કરવું પણ શું ? દરેકે દરેક માણસને આશાના સૂર્યોદય અને નિરાશાના સૂર્યાસ્ત વચ્ચે જીવવું જ પડે છે. ભર મધ્યે તપતા આશાસ્પદ સૂર્ય આગળ નિરાશાનું વાદળ કયારે આવી જાય અને વ્યકિતના જીવનમાં કયારે અંધકાર છવાઇ જાય તે તો ખુદ સૂર્યને પણ ખબર હોતી નથી. જાતકના જીવનમાં ડીપ્રેશન કયાંથી આવે છે ? કેવી રીતે આવે છે ? તે જયોતિષ દ્વારા પણ જાણી શકાય છે. જયારે બુધ અને ચંદ્રની પ્રતિયુતિના અભ્યાસ મુજબ 90 ટકા લોકો ડિપ્રેશનનો ભોગ બનેલા હોય છે. આ યોગના કારણે અતિ ભારે ડીપ્રેશનથી પીડાતા હોય છે. ચંદ્રએ એક ઉપગ્રહ છે. અને પૃથ્વીની આજુબાજુ પોતાની પરિક્રમા કરે છે. ચંદ્ર પૃથ્વીથી 2 લાખ 38 હજાર નવસો માઇલ દૂર આવેલ છે.
પૃથ્વી કરતાં તેનું ગુરુત્વાકર્ષણ બળ છ ગણું ઓછું છે. પરિણામે ત્યાં વસ્તુઓ હવામાં તરી શકે છે. આ ગ્રહ અતિ ઠંડો અને ભેજવાળો છે. જયોતિષની ભાષામાં ચંદ્ર એટલે મનનો કારક છે. જો જન્મકુંડળીમાં ચંદ્ર મકર અગર વૃશ્ર્ચિક રાશિમાં હોય અથવા ક્ૂર ગ્રહો સાથે હોય તેવા જાતક 100 ટકા નિરાશાનો ભોગ બને છે. એટલે કે ડીપ્રેશનનો શિકાર બને છે.
આવા જાતકો મનના નિર્માલ્ય અને નબળા હોય છે. બુધ એટલે બ્રહ્માંડનો અતિ વિચક્ષણ બુદ્ધિશાળી ગ્રહ છે. બુધ શરીરમાં માનવીની નર્વ સિસ્ટમ સાથે જોડાયેલો છે. બુધ સુર્યની 29 અંશથી વધારે દૂર જતો નથી. એટલે મોટા ભાગની કુંડળીઓમાં સૂર્ય અને બુધ સાથે જ હોય છે. બુધ નર્વ સિસ્ટમનો ગ્રહ હોઇ શરીરમાં આવેલા મગજનું સંચાલન કરે છે. ચંદ્ર મગજ સાથે એટલે કે મન સાથે સીધો સંકળાયેલો ગ્રહ છે. આ વાતનો સીધો અર્થ એ છે કે નર્વસ સિસ્ટમ કે બુધ નામનો ગ્રહ કરે છે.
જો ચંદ્ર અને બુધ આમને સામને પ્રતિયુતિ આવે તો મન અને નર્વ સિસ્ટમ જ્ઞાનતંતુ એકબીજાની વિરુદ્ધ દિશામાં બેઠા કહેવાય છે. આથી આથી બુધ નામની નર્વ સિસ્ટમ દૂર કે સામે બેઠેલા મનનું ચંદ્રનું સંચાલન અતિ કઠિન બને છે. ચંદ્ર નામના મન પર બુધની બુદ્ધિની પકડ છૂટી જતાં જાતક મનથી અસ્થિર બને છે. મનથી અસ્થિર અને ગાંડા માણસને લુનાટિક કહે છે. કારણકે ચંદ્રની ભ્રમણ લુનાર સિસ્ટમ કહે છે. લુનાર સિસ્ટમ જયારે ખોરવાય ત્યયારે જાતકનું મન વિહવળ ગાંડુ અસ્થિર બને છે. અને નિરાશા તરફ ધકેલાઇ જાય છે. આમ ચંદ્ર મન અને બુધ જ્ઞાનતંતુ ગ્રહ પ્રતિયુતિમાં બેસે તો જાતકને ભારે ડીપ્રેસન આવે છે.
ડિપ્રેસનનો શિકાર બનતા જાતક નકારાત્મક વાતો વધારે કરેછે. તેમના મગજમાં કોઇએ અપમાન કર્યું હોય અગર તેમની કુટેવો સુધારવા બે શબ્દો કહ્યા હોય તો આવા નજીવા બનાવોને તેઓ મહિનાઓ સુધી ગાય કે ભેસના ચારાની જેમ ચાવ્યા કરે છે. ડીપ્રેસન માણસના જીવનમાં આવતું જ હોય છે. એવું નથી પરંતુ પોતે પોતાની જાતે જ આ ડિપ્રેસનના શિકારથી બહાર આવવું પડે છે. અને ધીરે ધીરે ડિપ્રેસન કાળમાંથી બહાર આવી શકાય છે. આવા સમય દરમિયાન હંમેશા સકારાત્મક વિચારો અને સકારાત્મક વલણ અપનાવું જોઇએ તદઉપરાંત ડિપ્રેસનના ભોગ બનેલી વ્યકિત સાથે હૂંફાળું અને પ્રેમભર્યું વલણ અપનાવું જોઇએ. કારણકે દરેક વ્યકિત એક દિવસ તો ભોગ બનેલો હોય છે.

NO COMMENTS