પતંજલ આટા નુડલ્સ ખાવા લાયક નથી : ખાદ્ય સુરક્ષા વિભાગ

0
109

પતંજલ આટા નુડલ્સ ખાદ્ય સુરક્ષા માનક મુજબ ગુણવતા વગરના છે. નૂડલ્સ માં ટેસ્ટ મેકર ની માત્ર વધારે જોવા મળી છે. ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા લેવાયેલા નમુના ની તપાસ કરવામાં આવી હતી.
એક અધિકારી મુજબ કંપની તથા વિક્રેતા ને નોટિસ બહાર પાડી તે બેચ ના નૂડલ્સ ના વેચાણ ઉપર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે.
ખાદ્ય સુરક્ષા અધિકારી દ્વારા પતંજલ સ્ટોર ઉપરથી આટા નૂડલ્સ નો નમૂનો લીધો હતો. રાજકિય પ્રયોગશાળા લખનઉ થી આવેલ તપાસ રિપોર્ટમાં આ નમૂનો નિષ્ફળ રહ્યો હતો કે જે ખાદ્ય લાયક ન હતો.
આટા નૂડલ્સ ટેસ્ટ મેકર ની માત્રા એક ટકા થી વધારે ન હોવી જોઇએ તેના બદલે આ માત્રા 2.9 ટકા વધારે છે. વધારે ટેસ્ટ મેકર ભેળવવાથી માણસ ને તેની ટેવ પડી જાય છે. પતંજલ કંપની તેમજ વિક્રેતા ને નોટિસ અપાઇ હતી. કંપની ઇચ્છે તો એક મહિનાની અંદર નમૂના ની તપાસ માટે આવેદન કરી શકે છે. સેંટ્રલ લેબ માં તપાસ માટે મોકલી શકાય છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS