આત્મીય પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

0
126
atmiya premier lig cricket tournament rajkot
atmiya premier lig cricket tournament rajkot

રાજકોટ : રાજકોટ સ્થિત યોગીધામ ગુરુકુલ ખાતે ચાલતાં યુવા સંસ્કાર કેન્દ્રના ઉપક્રમે રાજકોટના યોગીધામ કેમ્પસ, આત્મીય કોલેજના ગ્રાઉન્ડ પર તાજેતરમાં આત્મીય યુવકત મંડળ દ્વારા આત્મીય પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન થયું હતું. આ ટુર્નામેન્ટમાં ફાઇનલ જંગમાં અક્ષર ઇલેવન તેમની હરીફ ટીમ પ્રણામ ઇલેવનને ભારે રસાકસી બાદ પાંચ વિકેટે પરાજય આપી વિજેતા બની હતી. જેમાં અક્ષર ટીમના વિપુલભાઇ મેન ઓફ ધ મેચ તતા બેસ્ટ બેટસમેન્, અમિતભાઇ મેન ઓફ ધી સીરીઝ અને નિરામયભાઇ બેસ્ટ બોલર જાહેર થયા હતા.
આત્મીય કોલેજમાં યોજાતી સત્સંગ સભાના યુવકો માટે પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજીની પ્રેરણણા અને આશિષ તથા પુ. ત્યાગવલ્લભ સ્વામીજી, પુ. સર્વાતીત સ્વામીજી તથા પુ. ગુણગ્રાહક સ્વામીજીના માર્ગદર્શન મુજબ સતત ચાર વર્ષથી યોજાતી આ લાઇવ કોમેન્ટ્રી સાથેની રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટમાં આ વર્ષે કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના પ્રારંભે પૂર્વ મેયર તથા ગુજરાત મ્યુની. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ ખેલાડીઓને તેમજ રમત ગતમ વિષે વાત કરી શુભેચ્છા આપી હતી. આ તકે ઉદ્યોગપતિ યોગેશભાઇ પુજારા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ચાર દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટમાં શિક્ષણ જગત સહિત શહેરના વિવિધ ક્ષેત્રના વિદ્યાર્થી તેમજ સત્સંગ સમાજે બહોળી સંખ્યામાં મેચનો લાભ લીધો હતો. દરેક યુવકો આત્મીયતાની ભાવનાથી રમતા હોઇ આત્મીય પ્રીમિયર લીગ ની આ વિશેષતાને ઉપસ્થિત દરેક મહેમાનોએ બિરદાવી હતી. યુવકોમાં રાષ્ટ્રભકિત તથા ગુરુભકિત ઉદિત કરવા આવા આયોજનો માટે મહેમાનોએ સમગ્ર આયોજક મંડળ તથા યુવકોને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. દરેક મેચના પ્રારંભે બંને ટીમના ખેલાડીઓ સવિશેષપણે ભગવાન સ્વામીનારાયણ તથા ગુરુહરિ સ્વામીશ્રીના આભાર સાથે આત્મીયતા અને એકતાની રમવાની પ્રાર્થના કરતા હતા. સમગ્ર આયોજનને સફળતા માટે આત્મીય યુવક મંડળના કાર્યકર્તાઓ ગૌરાંગભાઇ પંડયા, કલ્પેશભાઇ પટોડિયા, ધર્મેશભાઇ સગપરિયા, રાકેશભાઇ સવાણી, ઓમભાઇ તેરૈયા, સ્તવનભાઇ પટેલ વગેરેએ સેવાના ભાવતી જહેમત ઉઠાવી હતી. ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગની સેવા હરિભાઇ ઠાકર તથા રાજેન્દ્રભાઇ સેલાગરાની ટીમે કરી હતી.

NO COMMENTS