લગ્નના ખોટા ખર્ચ ના બદલે ગરીબો માટે 90 મકાનો બાંધ્યા

0
155
aurangabad-business-man-made-90-homes-for-poor-people
aurangabad-business-man-made-90-homes-for-poor-people

લગ્ન એક પવિત્ર સંબંધ છે. જેમાં બે પરિવાર એક થાય છે. ફિલ્મોમાં લગ્નસમારોહમાં અઢળક નાણાનો વ્યય દેખાડવામાં આવે છે. પરંતુ એક જુદી જ રીતે વાસ્તવિક જીંદગીમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં માં યોજાયેલ લગ્નસમારોહ કોઇ સામાન્ય લગ્નસમારોહ નથી.
ઔરંગાબાદના બે પરિવારે લગ્નમાં ખોટાખર્ચ ન કરવાનો નિર્ણય લીધો. અને લગ્નમાં થતા ખર્ચથી 90 ગરીબ પરિવાર માટે ઘર બનાવી આપ્યા. એટલું જ નહીં જરુરીયાતમંદ લોકો માટે બનાવેલ ઘર વચ્ચે જ મંડપ નાખી લગ્ન કર્યા.
ઔરંગાબાદના જાણીતા વેપારી અજય કુમાર મુનોતે પોતાની દિકરી શ્રેયા ના લગ્ન તે જ જિલ્લાના વેપારી મનોજ કુમાર જૈન ના દિકરા બાદલ સાથે નકકી કર્યા બન્ને પરિવાર આર્થિક રીતે સધ્ધર છે. તે માટે લગ્નને ભવ્ય રીતે ઉજવવાનું નકકી કર્યું. લગ્નમાટે ફાઇવસ્ટાર હોટલ થી લઇ મ્યુઝીકલ પાર્ટી તેમજ અન્ય ઇવેન્ટના બુકિંગ થવા લાગ્યા.
આ દરમિયાન અજય અને મનોજ ને વિચાર આવ્યો કે ખોટાખર્ચા નથી કરવા અને આ પૈસાતી ગરીબ લોકો ની મદદ કરીએ. આ વિચારને લઇને તેમણે ત્યાંના વિધાયક પ્રશાંત બંબ સાથે ચર્ચા કરી. બાદમાં નિર્ણય કર્યો કે લગ્નના ખોટા ખર્ચના બદલે ગરીબ લોકો માટે ઘર બનાવવામાં આવે. બન્ને પરિવારે નિર્ણય કર્યો અને લગ્ન કદી ન ભૂલાય તેવી પળ હશે. આ બધુ ઓકટોબરમાં નકકી થયું અજય અને મનોજ પાસે ફકત બે મહિના નો સમય હતો. થોડા ચિંતામાં ડૂબ્યા પરંતુ પ્રશાંતે ઘર બનાવવાની જવાબદારી લીધી.
બાદમાં ગરીબો માટે ઘર બનાવવાનો પ્રારંભ કર્યો. ફકત પ0 દિવસોમાં 90 મકાનો તૈયાર કર્યા. બાદમાં 12 ડિસેમ્બરે લગ્ન કર્યા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS