સી.જે. ગ્રુપ ના ચિરાગભાઇ ધામેચા સેવા રત્ન થી સન્માનિત

0
123

રાજકોટ : રાજકોટ માં સેવાકાર્યે સદા અગ્રેસર એવા સી.જે. ગ્રુપના ચીરાગભાઇ ધામેચા કે જે રાજકોટમાં જલારામના નામે થી ઓળખ ધરાવે છે હાલમાં તેઓને સેવારત્ન એવોર્ડ પ્રાપ્ત થયેલ છે આ એવોર્ડ સરકાર દ્વારા આપવામાં આવેલ છે તા. 15 મી ઓગસ્ટે આત્મિય ઇન્સટી. ખાતે પ.પૂ. ત્યાગ વલ્લભ સ્વામીજીના હસ્તે તેમણે એવોર્ડ સ્વિકારેલ. ચિરાગભાઇ ધામેચા અનેક સંસ્થાઓ સાથે જોડાઇ લોકસેવા ના કાર્યોમાં સતત પ્રવૃત્તિશીલ છે. તેઓ હરતું ફરતું અન્નક્ષેત્ર, ગરીબ બાળકોને ફુડ પેકેટ, શૈક્ષણિક કાર્યો, જેવી અનેક સેવાકિય પ્રવૃત્તિ સાથે જોડાઇ ખરા અર્થમાં લોકોની સેવા કરી રહેલા છે આ અગાઉ પણ તેઓને અનેક સેવાકિય ક્ષેત્રે એવોર્ડથી સન્માનિત કરાયા છે. આત્મિય કોલેજ ખાતે 15 મી ઓગસ્ટના કાર્યક્રમ અંતર્ગત તેમનું સન્માન કરી શિલ્ડ અર્પણ કરાયું હતું. હર હંમેશ સેવા કરવા તત્પર એવા ચિરાગભાઇ ગરીબોના મસિહા સમાન છે. તેમણે પોતાનું જીવન સેવા કરવા માટે સમર્પિત કર્યું છે.

NO COMMENTS