બાબા રામદેવ: ચીની ઉત્પાદન નો વિરોધ : પોતે ચીન માં બનેલ આઇફોન વાપરે છે !

0
117

યોગ ગુરુ તથા ધંધાદારી રામદેવ બાબા હાલમાં જ એક નિવેદનમાં ચીની ઉત્પાદનો નો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે : ચીન, ભારત પાસેથી પૈસા કમાઇને પાકિસ્તાનની મદદ કરે છે. આ માચે ચીન માં બનેલા ઉત્પાદનો નો બહિષ્કાર કરવો જોઇએ. એક ખુલાસામાં જણાવ્યું હતું કે પોતે આ સંદેશો પોતાના આઇફોન થી ટવીટર ઉપર કર્યો હતો. આઇફોન નું નિર્માણ ફકત ચીનમાં જ થાય છે.

પેપ્સી અને કોક ના વિરોધ થી શરુ થયેલ બાબા કંપની પતંજલિ ના રુપમાં સામે આવી છે. બાબા રામદેવ વાતો હંમેશા લોકોને લોભામણી કરે છે. પરંતુ તેમના અમુક કામો એવા છે કે તેમની ઉપર આંગળી ચિંધાય છે. સ્વદેશી ના નામ ઉપર શરુ કરનાર પતંજલી ઉત્પાદનો માં વિદેશી કંપનીઓ થી વધારો નફો રળે છે. કારણ કે પોતાના પ્રોજેકટ માટે તેમણે સરકાર પાસેથી ટેકસ ની છૂટ લીધેલ છે.
એક તરફ દેશ હીતની વાતો થાય છે તો બીજી તરફ વિકાસ માટે ટેકસ ન ચૂકવવા ની વાત છે. સરકાર ને મળીને ટેકસ માફ કરાવી લેવામાં આવે છે. સ્વદેશીના નામે સરકાર પાસેથી સસ્તા દરે જમીનો પણ લેવાય છે. ખુલાશો ત્યારે થયો ચીનમાં બનેલા આઇફોન ઉપરથી ચીની માલનો બહિષ્કાર કરવામાં આવ્યો.

(સુત્રોમાંથી )

 

NO COMMENTS