ગ્રહયોગ મુજબ દીકરો કે દીકરી…

0
1710
mother with baby

જન્મ કુંડળીમાં રહેલા પાંચમા અને નવમા સ્થાન અને તેમાં આવેલા ગ્રહો અને સ્વામીને આધારે કોઇપણ દંપતીને બાળકો હોવાનું નિશ્ર્તિપણે કહી શકાય છે. ચંદ્ર,શુક્ર અને બુધ સ્ત્રી ગ્રહો છે. સૂર્ય,મંગળ અને ગુરુ પુરુષ ગ્રહો છે. જયારે બાકીના ગ્રહો નપુંસક છે. ઘણી વખત જન્મકુંડળીમાં રહેલા બુધ અને શનિના કારણે માંદા બાળકનું સુચન સૂચન કરી શકાય છે. કેતુ સામાન્ય રીતે નિ:સંતાનપણું સૂચવે છે. મંગળ ગ્રહ બાળકોનો નાશ કે ગર્ભપાતનું કારણ બને છે. જે તે સ્થાનમાં રહેલો કારક જે તે સ્થાનનું ફળ આપે છે. પાંચમા સ્થાનમાં રહેલો ગુરુ એ નિ:સંતાનપણું કે બાળકોનો નાશ ગર્ભપાત દર્શાવતો નથી. પરંતુ તે બાળક શત્રુતા દાખવે છે.
નિ:સંતાનપણું એટલે જો પાંચમા ભાવમાં રાહુ મંગળ હોય અગર રાહુ કે મંગળ ક્ધયા રાશિમાં હોય, પાંચમા ભાવના અધિપતિ સાથે રાહુ હોય, લગ્ને રાહુ હોય અને પાંચમે ગુરુ-મંગળ હોય, રાહુ પાંચમા ભાવમાં બુધ સાથે હોય તો આ પ્રકારના તમામ યોગ સર્પદોષમાં આવે છે.
આ પ્રકારની ગ્રહની સ્થિતી જો જાતકની જન્મકુંડળીમાં હોય તો સ્ત્રી ગર્ભવતી બને તો તેવા દંપતીઓ ગર્ભધાન બાદ તરત જ જયોર્તિલીંગ જઇ નાગપ્રતિષ્ટઠા વિધિ કરાવવી જોઇએ તેવું જયોતિષોનું માનવું છે.
જો જન્મકુંડળીમાં પાંચમા અને સાતમા ભાવ વચ્ચે પરિવર્તન હોય તો નિ:સંતાનપણું આવે છે. અને આવા કિસ્સા પ્રેમલગ્ન પણ બને છે. કેવું બાળક જન્મે ? તે સંદર્ભે જાતક પારિજાત નામના પુસ્તકાં જણાવ્યું છે. સ્ત્રીને માસિક ધર્મ આવ્યા બાદ કયા દિવસે ગર્ભાધાન થાય તેના આધારે બાળકના પ્રકાર નક્કી થાય છે. માસિક ધર્મના ચોથા દિવસે ગર્ભાધઆન થાય તો પુરુષ બાળક જન્મે, પાંચમા દિવસે ગર્ભાધાન થાય તો બાળકીનો જન્મ થાય. છઠ્ઠા દિવસે ગર્ભાધાન થાય તો કુટુંબના આધારસ્તંભ જેવું બાળક જન્મે, સાતમા દિવસે ગર્ભાધાન થાય તો પુત્ર, આઠમા દિવસે ગર્ભાધાન થાય તો પુત્ર, નવમા દિવસે ગર્ભાધાન થાય તો બાળકીનો જન્મ થાય છે,દસમા દિવસે ગર્ભાધાન થાય તો દેવી બાળકનો જન્મ થાય, અગિયારમા દિવસે ગર્ભાધાન થાય તો કદરૂપી બાળકી જન્મે, બારમા દિવસે ગર્ભાધાન થાય તો ભાગ્યશાળી બાળકનો જન્મ થાય, તેરમા દિવસે ગર્ભાધાન થાય તો શાપિત બાળકીનો જન્મ થાય, પંદરમા દિવસે ગર્ભાધાન થાય તો ભાગ્યશાળી પુત્રી અને સોળમાં દિવસે ગર્ભાધાન થાય તો કુળદિપક જન્મે છે.
– પુત્ર કયારે જન્મે ? : જો સુર્ય ગુરુ એક રાશિમાં હોય, લગ્ન ભાવથી પાંચમા સ્થાનના અધિપતીની કુંડળીમં યુતિ થાય, લગ્નભાવ અને પાંચમા સંતાન ભાવનો આધિપતી એકબીજાને દ્રષ્ટિ કરતા હોય, ઉચ્ચનો શનિ અગર બળવાન શનિ એકી રાશિમાં હોય પાંચમા ભાવનો સ્વામી જન્મ કુંડળીમાં બળવાન હોય.
– પુત્રી કયારે જન્મે ? : જો ચંદ્ર,શુક્ર,મંગળ એક રાશિમાં હોય, ચંદ્ર શુક્ર પાંચમા અગર દસમા સ્થાનમાં હોય, ચંદ્ર,શુક્ર સ્વગૃહી હોય એટલે ચંદ્ર,કર્ક,શુક્ર, વૃષભ-તુલામાં હોય. લગ્ને રાહુ હોય અને ચંદ્ર દ્રષ્ટિ કરતો હોય. શુક્ર જન્મકુંડળીમાં કેન્દ્રમાં હોય, લગ્ન સૂર્ય, ચંદ્ર,ગુરુ બંને રાશિમાં હોય ત્યારે પુત્રી જન્મ થાય છે.
મેષ,મિથુન,સિંહ,તુલા,ધન,કુંભ એકી રાશિ અને વૃષભ,કર્ક,ક્ધયા, વૃશ્ર્ચિક મકર,મિન, બેકી રાશીી ગણાય છે. લગ્ન બાદ સંતાન જન્મે એ દંપતી અને સમાજ એમ બંને માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બને છે.

NO COMMENTS