બદરીનાથ ધામના દ્વાર ખુલ્યા : રાષ્ટ્રપતિએ પૂજા અર્ચના કરી

0
29
badrinath door open president darshan
badrinath door open president darshan

બદ્રીનાથ ધામ ના દ્રાર શનિવારે બ્રહ્મ મૂહર્તમાં સવાર ચાર વાગ્યે આમ જનતા માટે ખોલી દેવામાં આવ્યા છે. બદ્રીનાથ ના દ્વાર ખુલવાની સાથે ચારધામ યાત્રા નો પ્રારંભ થઇ ગયો છે. સવારે 8 કલાક અને 58 મિનિટે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સિંહ દ્વાર થી બદ્રીનાથ મંદિર ના ગર્ભગૃહમાં પહોંચ્યા હતા. જયાં મુખ્ય પુજારીની ઉપસ્થિતિમાં પૂજા અર્ચના કરી હતી લગભગ એક કલાક સુધી પૂજા ચાલી હતી.
તે પહેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાડા આઠ કલાકે આર્મીના વિમાન દ્વારા બદ્રીનાથ પહોંચ્યા હતા. રાષટ્રપતિ સાથે રાજયપાલ કે.કે પોલ અને સી.એમ. ત્રિવેન્દ્રસિંહ રાવત પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.
રાષ્ટ્રપતિની સુરક્ષાને ધ્યાને લઇને બદ્રીનાથ મંદિર પટાંગણમાં ઝીરો વિસ્તાર બનાવ્યો હતો. શ્રધ્ધાળુઓને પરિસરથી બહાર રાખવામાં આવ્યા હતા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS