બેંક ખાતા વગર આપશે ડેબિટ કાર્ડ

0
136
bank issue debit card without account

નોટબંધી પછી સરકાર ઘણા વિવિધ વિકલ્પો ુપર કામ કરી રહી છે. હવે થી પ્લાસ્ટીક ચલણ ને વધારવા માટે હવે તે લોકોને ડેબિટ કાર્ડ આપવા માંગે છે જે લોકો પાસે બેંકમાં ખાતું નથી. સરકારી સુચના થી જલ્દી હવે બેંક આ સુવિધા આપશે. આને પ્રી રીચાર્જ ડેબિટ કાર્ડ સેવા નું નામ આપવામાં આવ્યું છે. આ કાર્ડમાં એક મર્યાદા સુધી પૈસા જમા થઇ શકશે. લોકો તેનો પ્લાસ્ટીક મની તરીકે ઉપયોગ કરી શકશે.
કેન્દ્રિય વિત્ત મંત્રાલય તરફથી જણાવાયું છે કે જો કોઇ વ્યકિત ના પરિવારમાં કોઇ વ્યકિત પાસે બેંક ખાતા હોય તો આ કાર્ડ ને લિંક કરી દેવામાં આવશે. આના કારણે કાર્ડ પ્રાપ્ત કરનાર વ્યકિત એ અરજી કરવાની રહેશે. આમાં એક મર્યાદા સુધી રકમ ભરી શકાશે. પરિવારના અન્ય સભ્યના ખાતા સાથે આ કાર્ડ લિંક કરાશે. જો કોઇ આવું ખાતું ન હોય તો તેમણે આધાર કાર્ડ અથવા કોઇ આઇ કાર્ડ સાથે અરજી આપવાની રહેશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS