બીએપીએસ ના નવા પ્રમુખ તરીકે મહંત સ્વામી

0
428

પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થતા બીએપીએસ સંસ્થા દ્વારા તેમના વડા તરીકે ખાલી પડેલી જગ્યાએ છઠ્ઠા પ્રમુખ તરીકે પ્રમુખ સ્વામીના નજીકના મહંત સ્વામી મહારાજ એટલે કે કેશવ જીવનદાસ મહારાજની નિમણૂંક કરવામાં આવી છે. ગુરુ શિષ્યની પરંપરા અનુસાર તેમના નામની ઇચ્છા અને સંચાલન કરે તેવી ખુદ સ્વામીજીએ ઇચ્છા જાહેર કરેલ હતી. બાદમાં હવેથી બી.એ.પી.એસ. સંસ્થાના મુખ્ય વડા-પ્રમુખ તરીકે  મહંત સ્વામી જાહેર કરાયા છે. સંસ્થાનો કાર્યભાર હવેથી મહંત સ્વામી સંભાળશે. ગત દિવસોમાં તેઓ પ્રમુખ સ્વામી મહારાજ થી બહુ અંગત અને નજીક રહ્યા હતા. સંસ્થા માં તેઓને ડોકટર સ્વામી તરીકે પણ ઓળખવામાં આવી રહ્યા છે.
(સુત્રોમાંથી)

NO COMMENTS