પ્રમુખ સ્વામી બ્રહ્મલીન : બોટાદ-સાળંગપુર ખાતે લાખો ભકતો દર્શનાર્થે

0
338

બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની 95 વર્ષે તબિયત લથડતાં તેમને સાળંગપુર મંદિર ખાતે ગઇકાલે તા. 13-08-2016 ના રોજ સાંજે 6 કલાકે સ્વર્ગવાસ થયા હતા.
પ્રમુખ સ્વામીના બ્રહ્મલીન થયા ના સમાચાર મળતાની સાથે જ સમગ્ર વિશ્ર્વ શોક માં ડુબી ગયું છે ત્યારે અનેક હસ્તીઓએ શોકસંદેશો પાઠવ્યો છે. સાથો સાથ બોટાદ સાળંગપુર જવા માટે લોકો ઉમટી પડયા છે. સંસ્થા દ્વારા તા. 14-08-2016 થી તા. 16-08-2016 સુધી દર્શન માટે વ્યવસ્થા કરાઇ છે અને તા. 17 ના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. એસ.ટી તંત્ર દ્વારા સ્પેશ્યલ બસો દોડાવવાની વ્યવસ્થા કરાઇ છે સાથો સાથ રેલ્વે પણ એકસ્ટ્રા ટ્રેનો મુકી છે. દેશ અને વિદેશોમાંથી લાખો ભકતો સાળંગપુર ખાતે બાપાના દર્શનાર્થે ઉમટી પડયા છે. ત્યારે અમુક હાઇવે બોટાદ સાથે જોડતા વનવે જાહેર કરાયા છે. વિદેશથી આવતી ફલાઇટો ફૂલ થઇ ગઇ છે. બીએપીએસ સંસ્થા દ્વારા જિલ્લા પ્રમાણે જુદી દર્શન માટેની વ્યવસ્થા કરાઇ છે. કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરાઇ છે.

NO COMMENTS