બારાડીનું પૌરાણિક રાણેશ્વર મહાદેવ : રાણ

0
124

(કિશોર પીઠડીયા-જામનગર)

આસ્થાભર્યું પવિત્ર પાવનકારી શિવસ્મરણ અને આંતરિક ચેતના જગાવતું શિવાલય છે. જામનગર થી પૂર્વ 90 કિ.મી. દીર આવેલ બારાગ વિસ્તાર ના રાણ ગામનું પૌરાણિક શિવાલય, રેણુકા નદી, પરશુરામ અને કમળપૂજાના પ્રસંગને કારણે સવિશેષ મહત્વ ધરાવે છે. એમ સંઘ માર્ગે યાત્રિકોનું આશ્રય સ્થાન પણ છે.
પુરાતન કાળે અહીં જમદગ્નિ ઋષિનો આશ્રમ હતો. મહર્ષિ
પરશુરામનું જન્મ સ્થળ પણ માનવામાં આવે છે. રેણુકા, પરશુરામના માતાનું નામ હતું. તેથી જ અહીં ની નદી રેણુકાના નામથી ઓળખાય છે. આ સ્થળની આસપાસ પુરાતન વાવ, કુવા જેની સંખ્યા એકસો આઠ જેટલી ઋષિઓના તપનું સ્થાન માનવામાં આવતું હોવાની લોકવાયકા છે. એક હજાર વર્ષ કરતાયેં વધુ પુરાતન આ સ્થળ સંશોધન કરવા જેવું સ્થળ છે.
પ્રભાવિત એવાં આ સ્થળે ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય છે. મંદિર સન્મુખ વડલો અને પીપળો બંને વૃક્ષો છે તેના વચ્ચે સુર્યનું પ્રથમ કિરણ શિવલીંગ ઉપર અંકિત થાય ત્યારે અલૌકિક દર્શન થાય છે. ગ્રામ્યજનોએ આવું દ્રશ્ય અનુભવ્યું છે.
અગત્યની ઘટનાનું સાક્ષી એવું આ શિવાલય કમળપૂજાને કારણે પણ ભારે મહત્વ ધરાવે છે સો એક વર્ષ પહેલા નો ઇતિહાસ ધરાવે છે. અહીં જેઠા મોવર અને કમીબાઇ એ ભગવાનની ભકિતભાવથી પ્રેરાઇને કમળ પૂજા કરેલી. તેનો શિલાલેખ પાછળથી ગ્રામ્યજનોએ પાળિયાયુકત ડેરી ની બાજુમાં સ્થાપન છે.
ઉપરોકત ઘટનાની નોંધ ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારના ત્રીજા ભાગમાં પ્રસિધ્ધ કરી છે.

  •  કિશોર પીઠડીયા
    3-શકિત ટેનામેન્ટ
    ડો.ધ્રુવ બંગલા પાછળ
    પેલેસ રોડ, જામનગર
    મો. 98251 12671

NO COMMENTS