સુપ્રિમ કોર્ટે બીસીસીઆઇ ને રાજકોટ ટેસ્ટ મેચ માટે ફંડ ટ્રાન્સફર ની મંજૂરી

0
53

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને લોઢા કમીટી વચ્ચે ચાલતું ઘર્ષણ વચ્ચે બોર્ડ દ્વારા આપાત સ્થિતિમાં સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. ફંડ ની કમી ચાલી રહી છે ત્યારે બોર્ડે ન્યાયાલયમાં અરજી કરી છે. આ વચ્ચે કાલથી શરુ થનાર રાજકોટ ટેસ્ટ મેચ ઉપર સંકટ ના વાદળો ઘેરાઇ રહ્યા હતા. કારણકે વગર ફંડે બોર્ડે મેચ યોજવા માટે હાથ ઉંચા કરી દીધા હતા.
ઉલ્લેખનિય છે કે, બીસીસીઆઇ નું ફંડ લોઢા સમિતિ ની નિગરાની માં છે. કોર્ટે સાફ કરી દિધું છે કે જયાં સુધી લોઢા સમિતિ ની ભલામણ બોર્ડ લાગુ નહીં કરે, રાજય સંઘો ને ફંડ નહીં આપવામાં આવે.
બોર્ડ નું જણાવવું છે કે તેને આયોજક સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સંઘ ઉપરાંત ખેલાડીઓને પણ પૈસા દેવાના છે. આવામાં પૈસાની ખેંચ માં મેચ યોજવો સંભવ નથી. આ કારણે ભારત અને ઇંગ્લેડ વચ્ચે યોજાનાર મેચ ઉપર સંકટ ના વાદળો ઘેરાઇ રહ્યા હતા પરંતુ હાલમાં બીસીસીઆઇ ને ફંડ રીલીઝ કરવામાં રાહત આપી છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS