આજે બ્રહ્મલીન બાપાના અંતિમ સંસ્કાર

0
93

આજે સાળંગપુર-બોટાદ ખાતે બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ તકે લાખો ભકતો સાળંગપુર ખાતે હાજર રહેશે. અત્યાર સુધીમાં બાપાના દર્શનાર્થે પી.એમ. મોદી, સી.એમ. રુપાણી, પૂર્વ સી.એમ. આનંદીબેન પટેલ, પરેશ રાવલ, વજુભાઇ વાળા, કેજરીવાલ વગેરે રાજકીય નેતાઓ પણ દર્શને આવ્યા હતા. બાદમાં આજે બપોરે 3.00 કલાકે સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિ દ્વારા અને ચંદન ના લાકડા તેમજ સૌ પ્રથમ બાપાને ધી,મધ, દુધ વગેરે દ્વવ્યો દ્વારા સ્નાન કરાવ્યા બાદ તેમના પાર્થિવ દેહ ને તે જે જગ્યાએ નિવાસ કરતા હતા તે જગ્યાએ લઇ જવાશે બાદમાં મંદિર સામેના ભાગે ઇ જવાશે અને ત્યાં અગ્નિદાહ આપવામાં આવશે. આજે અમીત શાહ, લાલકુષ્ણ અડવાણી જેવા રાષ્ટ્રીય નેતાઓ પણ હાજરી આપશે. દેશ વિદેશમાંથી આજે લાખો ભકતો સાળંગપુર ખાતે આવી ગયા છે. પ્રમુખ સ્વામીના બ્રહ્મલીન થતા લાખો ભકતો શોકમગ્ન થઇ ગયા છે. બાપાએ લોકોને સારી જીંદગી તેમજ તંદુરસ્ત સમાજનું નિર્માણ કરેલુ છે. આજ ના દિવસે બાપાના અંતિમ સંસ્કાર સાળંગપુર ખાતે કરવામાં આવશે. લાખો ભકતો તેમજ વી.વી.આઇ.પી. ઓ દર્શનાર્થે આવતા હોવાથી બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

(સુત્રોમાંથી)

NO COMMENTS