પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા ના ઘરે સપ્તાહની તસવીરો વાઇરલ

0
1434

પોરબંદર ખાતે એક યોજાયેલ ભાગવત સપ્તાહ દરમિયાન જાહેરમાં ઘરના સભ્યો મહિલાઓ દ્વારા ખુલ્લેઆમ હથિયારો ઉપાડી ફોટા પડાવ્યા હતા. આ અંગેની વિગત મુજબ કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભૂરાભાઇ મૂંજા ના ઘરે ભાગવત સપ્તાહ નું આયોજન તેમના પરિવાર દ્વારા કરાયું હતું. જેમાં વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરાઇ હતી. જેમાં મહિલાઓ દ્વારા ખુલ્લામાં હથિયારો તેમજ કારતુસોના હાર પહેર્યા હતા. વિગત મુજબ હાલમાં પોલીસ દ્વારા આ બાબતે તપાસ ચાલી રહી છે. ભૂરાભાઇ મુંજાને પોલીસે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે : અમારા કુટુંબના લાઇસન્સ પરવાના વાળા હથિયાર છે અને મહિલાઓએ ફકત ફોટોસેસન્સ માટે આ હથિયારો હાથમાં ઉપાડયા છે. અને આ કોઇ ફોટોશોપની ટ્રીક છે તેવું તેમણે તેમના નિવેદન માં જણાવ્યું હતું. પરંતુ આ ઘટનામાં કોઇ ફાયરીંગ થયું નથી માટે પોલીસ દ્વારા કોઇ હાલમાં પગલાં લેવામાં આવેલા નથી. આ તસવીરો સોશિયલ મિડિયા ઉપર વાઇરલ થઇ હતી.

NO COMMENTS