ઓડિશા : મેડિકલ કોલેજ ના આઇસીયુ માં આગ : ર3 મોત

0
42

ઓરીસા ની રાજધાની ભુવનેશ્ર્વર સ્થિત એસયૂએમ હોસ્પિટલમાં સોમવારે આગ લાગવાથી 23 દર્દીઓના દર્દનાક મોત થયા છે. આ હાદસામાં વધુ પડતા દર્દી આઇસીયુ માં દાખલ હતા. પી.એમ. મોદીની આ ઘટનાની જાણકારી લઇ શોક વ્યકત કર્યો હતો. તેમણે કેન્દ્રિય મંત્રી જે પી નડ્ડા ને બનાવમાં ઘાયલ લોકો ને વધારે સારી સારવાર માટે એમ્સમાં સ્થળાંતર કરવા નિર્દેશ કર્યો હતો.
બીજી આગ લાગવા સમયે હોસ્પિટલમાં 500 જેટલા દર્દી હતા. પોલીસે જણાવ્યાનુસાર આગ સાંજે 7.30 કલાકે લગભગ પહેલા માળે સ્થિત ડાયાલિસીસ વોર્ડ થી શરુ થઇ હતી. અને ઝડપથી આઇસીયુ તરફ આગળ વધી હતી. શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. પોલીસ અને ફાયરબ્રિગેડે ચાર માળની બિલ્ડીંગમાં તાત્કાલીક આગ બૂઝાવવાનું કામ કરી લોકોની જાન બચાવી હતી. રાજયના સ્વાસ્થય મંત્રી નાયકે જણાવ્યું કે પ્રશાસન ની લાપરવાહી સામે આવે છે. આની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS