ભાજપ ના નેતા ની કાર માંથી પાર્ટી ફંડ ના 3 કરોડ રૂપીયા જપ્ત

0
117

નવી દિલ્હી : ગાજિયાબાદ માં પોલીસે એક સ્વિફટ કાર માંથી ત્રણ કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે : આ રકમ દિલ્હી થી લખનઉં પાર્ટી ફંડ માં જમા કરાવવા માટે લઇ જવાઇ રહી હતી.
આ કાર ગુડગાંવ ના એક અજીત મિશ્રા નામના વ્યકિતની છે. આ ગાડીમાં અનુપમ અગ્રવાલ અને સિદ્ધાર્થ શુકલ ચલાવતા હતા. ચેકિંગ દરમિયાન ઇંદિરાપુરમ વિસ્તારમાં આ સ્વિફટ કાર ઝડપાઇ હતી. ચાલકે કાર રોકવા છતા ભગાવી હતી. એક બેરીકેડીંગ તોડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં પોલીસે આ કાર ઉપર શક ના આધારે રોકી કારની તલાશી લીધી હતી. તો તેમાંથી ત્રણ કરોડ રૂપિયા મળી આવ્યા હતા. બન્ને કારસવાર ને ઝડપી પુછપરછ હાથ ધરાઇ હતી. પુછતાછ માં જણાવાયું કે : આ પૈસા તેના છે અને તેને લખનઉ પાર્ટી ફંડ માં લઇ જવામાં આવી રહ્યા છે. આ દરમિયાન આઇટી અધિકારી પણ પુછપરછ કરવા લાગી ગયા હતા. આ દરમિયાન ભાજપના મહાનગર અધ્યક્ષ પોલીસ મથક પહોંચી તેમણે જણાવયું કે આ પૈસા પાર્ટી ફંડ માટે લખનઉ મોકલાવવામાં આવી રહ્યા છે. આ બાબતે ભાજપનું લેટર પેડ ઉપર લખેલ પત્ર પણ દેખાડયો હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS