રાષ્ટ્રપતિ પદ માટે અડવાણી યોગ્ય અને અનુભવી : શત્રુધ્ન સિન્હા

0
25
BJP leaders L. K. Advani and Shatrughan Sinha
BJP leaders L. K. Advani and Shatrughan Sinha

ભારતીય જનતા પાર્ટી આગળના રાષ્ટ્રપતિ ની ચૂંટણીને લઇને બધા રાજનિતીક પાર્ટિયો સાથે વાતચીત કરશે ત્યારે રાષ્ટ્રપતિ પદ માટે બીજેપી બધી પાર્ટિયો સાથે તાલમેલ બેસાડી સહમતિ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે ભાજપ નેતા, અભિનેતા સાંસદ શત્રુધ્ન સિન્હાએ જણાવ્યું કે બીજેપી ના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી ને રાષ્ટ્રપતિ પદ ના ઉમેદવાર બનાવવામાં આવે તે સૌથી યોગ્ય અને અનુભવી છે.
કેન્દ્રિય કેબિનેટ મંત્રી વૈંકયા નાયડૂ એ જણાવ્યું કે રાષ્ટ્રપતિ પદ ની ચૂંટણી બધી રાજનીતીક પાર્ટીઓ સાથે વાતચીત કરાશે. ભાજપમાં અંદરખાને આ મુદા ઉપર સતત ચર્ચા થઇ રહી છે. અમે બધી વાતો ને સામે લાવીશું. હાલમાં પૂરું જોર હવે પછીના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના ઉમેદવારી નકકી કરવાનું છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS