64,275 લોકોએ 65.250 કરોડ ના કાળાનાણા નો ખુલાશો

0
73

દેશની અંદર રાખવામાં આવેલું કાળુનાણું ના ખુલાસા માટે રાખવામાં આવેલી આઇ ઘોષણા યોજના અંતર્ગત 65250 કરોડ નું કાળુનાણાનો ખુલાસો થયો છે. જયારે આ સૌથી મોટી ખુલાસા યોજના સાબિત થઇ છે. આ માટે સરકારને 29362 કરોડ રુપિયા મળવાનું અનુમાન છે. સરકાર ને હજુ આશા છે આ આંકડો વધી શકે છે. યોજના 1 જૂન થી ચાલુ કરી 30 સપ્ટેમ્બર સુધી ખુલી રખાઇ હતી. યોજના અંતર્ગત પ્રાપ્ત ધનની રાશી ચાલુ વર્ષે 14700 કરોડ રુપિયા સરકારી ખજાનામાં જમા થશે.
વિતમંત્રી અરુણ જેટલીએ જાણકારી આપતા જણાવ્યું કે 64275 લોકોએ 65250 કરોડ રુપિયા નો ખુલાસો કર્યો છે. અમુક ઘોષણા હજુ થઇ નથી. બાદમાં આંકડો હજુ વધી શકે છે. સરકારે આ વર્ષે આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત 45 ટકા કર અથવા જુર્માના ભોગવવા કરદાતા સાફ કરે પોતાની વાત એવો ઉલ્લેખ કરાયો હતો.
યોજના અંતર્ગત અત્યાર સુધી સામે આવેલા ખુલાસામાં કુલ 29362.5 કરોડ રુપિયા પ્રાપ્ત થશે. આમાંથી અડધી રકમ સરકારને મળી શકશે. આ યોજનાને ગુપ્ત રાખવામાં આવી હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS