બોર્ડના વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક…!

0
74
board student best of luck
board student best of luck

(રાજેશભાઇ ત્રિવેદી-રાજકોટ)

માર્ચ મહિનો એટલે પરિક્ષાનો મહિનો કહેવાય દરેક વિદ્યાર્થીઓ માટે આખા વર્ષના નીચોડ રૂપ મહિનો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડનાર મહિનો જયારે ધોરણ 10 અને ધોરણ 12 ની પરિક્ષાઓ માર્ચ માસમાં ગુજરાત રાજયમાં લેવાતી હોય છે. સૌ પ્રથમ તમામ બોર્ડમાં પરિક્ષા આપનાર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જવલંત સફળતાઓ મેળવે તેવી માં સરસ્વતી પાસે પ્રાર્થના…
પરિક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ સંયમ અને સાવધાની પૂર્વક પરિક્ષાઓ આપે. કોઇપણ જાતની ચિંતા રાખે નહિં. આખા વર્ષ દરમ્યાન થયેલ અભ્યાસનું માત્ર મનોમંથન નીચોડ રૂપી પરિક્ષાને જ પ્રાધાન્ય આપે.
ધ્યાનમાં રાખવાની બાબતો :
– સિલેબસની બુકસને વારંવાર વાંચતા રહેવું.
– નમૂનાના પ્રશ્ર્નપત્રો લઇને તેમને સોલ્વ કરવા તથા તેની પ્રેકિટશ ચાલુ રાખવી.
-ટાઇમ મેનેજમેન્ટ કરવું જેથી બધા વિષયો પર પુરતું ધ્યાન આપી શકાય
-લખવાની પ્રેકિટશ ખૂબ જ કરવી જેથી પરિક્ષા દરમિયાન સમયસર પેપર પુરું કરી શકાય
– જે વિષયમાં નબળાં પડતા હોય તે શોધીને તેના પર કાર્ય કરવું.
-પોતાના મગજ અને શરીરનું ખાસ ખ્યાલ રાખવો. પૂરતો આરામ કરવો. ઊંડા શ્ર્વાસની કસરત કરવી, ઘરની જ બનાવેલી રસોઇ જમવી અને જંક ફૂડ ન ખાવું.
-વિષયવાર પરિક્ષાની તૈયારી કરવી, પેપર્સ પ્રમાણે
-અગત્યના પોઇન્ટસ અને ફોર્મ્યુલા પર જ ખાસ ધ્યાન રાખવું
-છેલ્લે સારું ગ્રુપ હોય તો ગ્રુપમાં અભ્યાસ એટલે કે અભ્યાસની ચર્ચા કરવી જેથી એકબીજાને મુશ્કેલીઓ દૂર કરી શકાય.
-નબળા વિષયોને છોડી દેવા નહીં. તેમને બીજા વિષયો જેટલું જ મહત્વ આપો.
-પ્રી બોર્ડ માર્કથી ગભરાશો નહીં કે સહ અધ્યાયીના વધુ માર્કસથી ચીડાશો નહીં, ખૂબ જ શાંત મગજથી પરિક્ષાની તૈયારી કરશો.
બેસ્ટ ઓફ લક….
– રાજેશભાઇ ત્રિવેદી
પી.ડી.યુ. કોલેજ
રાજકોટ, મો. 9898027514

NO COMMENTS