બોલિવૂડ અભિનેત્રી રીમા લાગુ નું નિધન

0
70
Bollywood actress Reema Lagoo Death
Bollywood actress Reema Lagoo Death

બોલિવૂડ અભિનેત્રી રીમા લાગુ નું નિધન થયું છે. ગુરુવારે 18 મે ના રોજ આ દુ:ખદ સમાચાર પ્રાપ્ત થયા છે. ફિલ્મ જગત માંથી પ્રાપ્ત માહિતી મુજબ તે 59 વર્ષના હતા. તેમનું હાર્ટએટેક થી મોત નિપજયું હતું. ગુરુવારે બપોરે 2 કલાકે તેમના ઓશિળવારા ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા. તેમના ખરાબ સ્વાસ્થ્ય ના કારણે તેમને કોકિલાબેન હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. તેમને સીરીયલ શ્રીમાન જી શ્રીમતી થી તેમને લોકપ્રિયતા હાસિલ કરી હતી. રીમા લાગુ એ ઘણી હિટ ફિલ્મો માં મોટા સિતારા સાથે માં ના રોલમાં ભૂમિકા અદા કરી હતી. હાલમાં તે સ્ટાર પ્લસની સીરીયલ નામકરણમાં રોજ દેખાતા હતા. બોલતી મુસ્કુરાત આંખ અને હાસ્ય સાથે નો ચહેરો નજરે આવતો હતો. ફિલમોમાં નિરુપમારોય પછી માં ની ભૂમિકામાં સૌથી વધુ ચર્ચીત અને પ્રશંસનીય રોલ રીમા લાગુએ કરેલ હતા. તેમના નિધન તી હિન્દી સિનેમા માં માં ની ભૂમિકા ને જે સ્થાન કાયમ થયું હતું તેની ભરપાઇ કરવી મુશ્કેલ છે.
ફિલ્મ મેને પ્યાર કિયા, આશિકી, સાજન, હમ આપકે હૈ કોન, વાસ્તવ, કુછ કુશ હોતા હે અને હમ સાથ સાથ હે જેવી ઘણી ફિલ્મોમાં રીમાજીએ પોતાનું પાત્ર માં તરીકે ભજવ્યું હતું. જેને નિર્દેશકો પસંદ કરતા હતા. ટીવી ઉપર સીરીયલ શ્રીમાન શ્રીમતી જી, તૂતૂ મૈંમૈં માં સાસ વહુની લડાઇ ને લોકોએ ખૂબ પસંદ કરી હતી. જેમાં તે સાસુનો રોલ ભજવ્યો હતો. રીમા લાગુ 90 ની સાલથી શરુ થયેલી જમાનાની માં ના રુપમાં યાદ આવશે. તે સલમાન ખાનની માં ના રોલ માં દેખાણા હતા. મેને પ્યાર કિયા માં સલમાન ખાનની મા ના રુપમાં પાત્ર ભજવ્યું હતું. પછી થી એક અલગ જ ફિલ્મ હમ સાથ સાથ હે માં પણ દેખાણા હતા. 1970 માં છેલ્લા અને 1980 ની શરુઆતમાં તેમણે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ શરુ કર્યું હતું. તેમણે મરાઠી એકટર વિવેક લાગૂ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ થોડા સમયમાં જ અલગ થઇ ગયા હતા. અને તેને એક દિકરી પણ છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS