જિંદગી ની જંગ હાર્યા : બીએસએફ ના જવાન ગુરનામસિંહ

0
60

પાકિસ્તાન ના સ્નાઇપર તરફથી થયેલ ફાયરીંગ માં ગંભીર રીતે થયેલા ઘાયલ બીએસએફ ના જવાબ ગુરનામ સિંહ શનિવારે મોડી રાત્રીના પોતાની જિંદગી થી હારી ગયા અને શહીદ થયા. તેમનું જમ્મુની હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો હતો. બીએસએફના જણાવ્યાનુસાર ગુરનામ ગુરુવારે આતંકીયો ની ઘુસણખોરી ને નાકામ કરી હતી. તે આતંકીયો ની ઘૂસણખોરી નાકામ કરવાના હિરો હતા. તે જમ્મુના હીરાનગર માં પાકિસ્તાન તરફથી થયેલ સીઝ ફાયર ના ઉલ્લંઘનમાં ઘાયલ થયા હતા.
બીએસએફના જણાવ્યાનુસાર કોન્સટેબલ ગુરનામ ની બહાદુરીની પ્રશંસા કરી હતી. 19-20 ઓકટોબર ની રાત્રે આતંકી ઘૂસણખોરીની કોશિષ કરી હતી. ત્યારે કોન્સટેબલ ગુરનામ જ હતા જેમણે આતંકીયોને ભગાડયા હતા. 24 વર્ષીય ગુરનામ 2010 માં બીએસએફમાં ભરતી થયા હતા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS