બાયપાસ સર્જરીથી બચાવતો દૂધીનો પ્રયોગ

0
1756
bypass-heart problem
bypass-heart problem

સામાન્ય રીતે રક્તવાહિની નાડીઓ હદયને લોહી પહોંચાડે છે. તેમાં અવરોધ આવી જવાથી બાયપાસ સર્જરી દ્વારા પગ યા હાથમાંથી નસો કાઢીને તેના સ્થાને નાખવામાં આવે છે. આ સર્જરી મોંઘી છે. સાધારણ લોકો કરાવી શકતા નથી. સાથે સાથે ઘણી કષ્ટદાયી અને જોખમી પણ હોય છે. બીજી નસો નાંખ્યા બાદ પણ ઘણા લોકોને ફરીથી તેમાં લોહી જામ થઇ અવરોધ ઊભો થતો હોય છે. જેને ફરીથી બાયપાસ સર્જરી કરી નવી નસો નાંખવી પડે છે. આ બીજું ઓપરેશન કરતા પણ વધુ જોખમી હોય છે.

હવે હદય ચિકિત્સા વિશેષજ્ઞોએ અનુભવથી નકકી કર્યું છે કે બાયપાસ સર્જરી ખરો ઇલાજ નથી, પણ એક કામચલાઉ ઉપાય છે. એમણે નિશ્ર્ચય કર્યો કે ચોક્કસ અન્ય કોઇ એવી ચિકિત્સા વિધિ છે જેનાથી હદયરોગ કોઇપણ જાતના કષ્ટ સર્જરી વગર મળી શકે છે. બહારના દેશોમાં લોકો બાયપાસ સર્જરી કરાવતા નથી. અમુક અનુભવોના આધારે દુધી દ્વારા (લોકી) ઘીયા વગેરે નામથી ઓળખાય છે. અને દુધીનું શાક ઘરે ઘરે બને છે. તે એક પૌષ્ટિક શાક છે. દુધી દ્વારા હદયરોગની ચિકિત્સા પદ્ધતિ થઇ શકે છે.
દુઘીને છાલ સહિત ધોઇને ખમણીમાં ખમણી લેવી. પછી તેને ગ્રાઇન્ડરમાં નાંખીને એકરસ કરી લેવી. એ તે વખતે તેમાં સાત આઠ તુલસી-ફૂદીનાંના પાન નાંખી દેવા. જેથી તે પણ દુધીની સાથે એકરસ થઇ જાય. પછી એને પાતળા કપડામાં નાંખી નીચોવીને રસ કાઢી લેવો. આ રસ 150 એમ.એલ. જેવો થવો જોઇએ. એમાં ચોખ્ખું પાણી એટલું જ ઉમેરવું. આ રસમાં કાળા મરીના દાણા તથા સીંઘાલુણ નાંખી હલાવીને જમ્યા પછીના અડધા કલાકે સવાર, બપોર, સાંજ પી લેવું.
શરુઆતમાં રસની માત્ર ત્રણ ચાર દિવસ સુધી ઓછી હોય તો પણ ચાલે પણ પછી કોઠે પડી ગયા બાદ પુરી માત્રા લેવી જોઇએ. રસ અગાઉ કાઢી ફિઝમાં ન રાખવો. દૂધીનો રસ પેટમાં જે પાચનવિકારો પેદા થાય છે તેને વિકારો દ્વારા દૂર કરે છે. થોડાદિવસ પેટમાં ગરબડ પણ રહે છે. બાદમાં સારું થઇ જાય છે. કોકવાર ઝાડા પણ થાય છે. પરંતુ ગભરાવું નહિં. પેટનો બગાડ નિકળ્યા બાદ બરોબર થઇ જાય છે.
દૂધીનો રસ પીવાથી અકલ્પનીય લાભ થાય છે. હદયરોગના દર્દીએ દરરોજ 10-12 કિ.મી. ચાલવું અને પરિશ્રમ કરવો જોઇએ. દુધીનો રસ નિર્દોષ, સુપાચ્ય અને સ્વાસ્થયવર્ધક હોય છે. પરંતુ ઉપયોગ ડોકટરની સલાહ લઇ કરવો જોઇએ.

બાયપાસથી બચવા પ્રયોગ :

– એક તોલો કાળા ફોતરાવાળા આખા અડદ રાત્રે ગરમ પાણીમાં પલાળવા, સવારે પાણીમાંથી દાણા કાઢી ખાંડમી અથવા મીક્ષ્ચરમાં પીસી નાંખવા પીસેલ અડદને 1 તોલો શુદ્ધ ગુગળના ચૂર્ણમાં મીક્ષ કરવા. આ મિશ્રણમાં 1 તોલો એરંડીયાનું તેલ અને ગાયના દુધમાંથી બનાવેલ માખણ નાખી સારી રીતે મીક્ષ કરવું અને ત્યારબાદ સ્નાન કરી શરીર લુછીને આ લેપને છાતીથી પેટ સુધી ચોળીને લગાડી દેવું. પછી થોડીવાર સુઇ જવુું. બેસી પણ શકાય. લેપ સુકાઇ જાય ત્યારે સ્નાન કરી લેવું. આ પ્રયોગ રોજ સવારે પાંચ દિવસ સુધી કરવો. બાદમાં 1 મહિનો બંધ રાખી ફરી પાંચ દિવસ એજ પ્રમાણે કરવો.

બાયપાસથી બચવા પ્રયોગ :
1 ચમચી નાગરવેલના પાનનો રસ, 1 ચમચી લસણનો રસ, 1 ચમચી આદુનો રસ, અને 1 ચમચી મધ ચારેયને મીક્ષ કરી સવાર સાંજ લેવું 21 દિવસ લીધા પછી રોજ સવારે એકવાર લેવું આનાથી હદયરોગ કદી થશે નહિં અને થયેલ હશે તો મટી જશે.

(બે પ્રયોગ સાથે ન કરવા – માત્ર એક જ પ્રયોગ કરવો )

NO COMMENTS