દિવાળી ના તહેવારોમાં ભેળસેળ વાળી મીઠાઇઓથી બચો

0
155

તહેવાર ના મૌસમ છે ત્યારે નવી નવી મીઠાઇઓ અને ફરસાણ ઘરમાં ટ્રાય કરવામાં આવશે. મુખ્યત્વે મિઠાઇ તથા દૂધથી બનાવેલી આઇટમો માં ભેળસેળનું જોખમ પણ રહે છે. દુધ, માવો જેવી વસ્તુઓમાં ખૂબ મિલાવટ કરી વહેંચાણ કરવામાં આવે છે. આનાથી બચવા ઘરમાં તેની તપાસ કરી મિઠાઇ અને માવો અસલી છે કે નકલી.
દુધમાં મિલાવટ છે કે નહીં તે જોવા માટે થોડા દૂધમાં બરાબર માત્રામાં પાણી મેળવો બાદમાં તેમાં થોડું હલાવો જો ફિણ બને તો સમજવું ડિટર્જન્ટ ની મિલાવટ છે. સિંથેટીક દુધની ઓળખ કરવા માટે દુધ ને થોડું હાથમાં લઇ હલાવો જો સાબુ જેવું લાગે તો તે દૂધ સિંથેટિક હોઇ શકે છે. સિંથેટીક દૂધ ગરમ કરવાથી પીળા કલરનું થવા માંડે છે.
આવી જ રીતે માવા ની ઓળખ માટે આયોડિન ના ત્રણ ટીપાં નાખો જો તે માવો કાળો પડી જાય તો સમજવું તેમાં મિલાવટ છે. માવો જો દાણાદાર હોય અને તેની ઓળખ માટે આંગળીયો વચ્ચે તેને મસળો દાણા જેવું લાગે તો સમજવું માવો મિલાવટી છે. મિલાવટી ઘી ની ઓળખ માટે તેમાં થોડા ટીપાં આયોડિન ટીંચર મેળવો. જો ઘી નો રંગ બદલાઇ જાય તો સમજવું કે મિલાવટી છે. ઘી માં બટેટા અને શકરીયા ની મિલાવટ કરવામાં આવતી હોય છે.
પનીર ને પાણીમાં ઉકાળી ઠંડુ કરી ીલો તેમાં થોડા ટીપાં આયોડીન ટિંચર નાખો જો પનીર નો રંગ બદલાઇ જાય તો સમજવું તેમાં મિલાવટ છે.
મિઠાઇ ઉપર ચઢાવેલ એલ્યુમિનીયમ ધાતુ ની મિલાવટ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે. આ વરખ ની આસાનીથી ઓળખ થાય છે. ચાંદીના વરખ ને ઝલાવાથી તેનું વજન તેટલું જ રહે છે અને ગોળ દડી બની જાય છે. અને ડુપ્લીકેટ વરખ ઝલાવાથી સ્લેટ રંગ નો કાગળ જેવું બની જાય છે.

NO COMMENTS