સીએમ સાઇકલ ઉપર આવી મનફાવે તેટલો પગાર વધારાવ્યો..!

0
98

વિધાનસભાના છેલ્લા દિવસે આખી હરીયાણા સરકાર સાઇકલ ઉપર વિધાનસભા ખાતે પહોંચી હતી. સીએમ દ્વારા સરકારી બંગલા થી સી.એમ. મંત્રી અને ભાજના વિધાયક સાઇકલ દ્વારા આવ્યા હતા. જયારે બીજીતરફ કોંગ્રેસ ની મહિલા નેતા બુલેટ ઉપર આવી હતી.
વિધાનસભાના છેલ્લા દિવસે પાસ થયેલા વેતન અને ભથ્થા મુજબ વિધાયકો ને દર મહિને મળનારી કુલ રકમ માં 75 હજાર વધારો થઇ જશે.
પહેલા આ બિલ મંગળવારે રજૂ થનાર હતું. પરંતુ વિધાયકો ની ફરિયાદ કરી કે પગાર માં થનાર વધારો મામુલી છે. તે બાદ બિલમાં સુધારો કરાયો હતો. જે બાદમાં ગઇકાલે દરખાસ્ત કરાઇ અને સર્વસંમતિથી પાસ કરાઇ.
સુધારા મુજબ વિસ્તાર ભથ્થું માં 20 હજાર અને કાર્યાલય ભથ્થામાં10 હજાર વધારો કરાયો હતો. પહેલા વિધાયક નું વેતન 1 લાખ પ હજાર હતું. જે હવે વધીને 1 લાખ 75 હજાર થઇ જશે. તે ઉપરાંત રોજનું ભથ્થું દર મહિને 15 દિવસ વધુમાં વધુ 2000 રુપિયા મળશે. વર્ષ યાત્રા ભથ્થું 3 લાખ મળશે. વેતન વધવાથી વિધાયક નો પગાર 30 હજાર થી વધીને 40 હજાર થઇ જશે. વિસ્તાર ભથથા 30 હજાર થી વધીને 60 હજાર થઇ જશે. કાર્યાલય ભથ્થા માં 10 હજાર થી 25 હજાર રોજનું ભથ્થું 1500 થી 2000 થઇ જશે. પી.એ. ને મળતા ભથ્થામાં 15 હજાર થી વધીને 30 હજાર થઇ જશે. મફત યાત્રા સુવિધા રકમ 2 લાખ થી વધીને 3 લાખ વાર્ષિક કરાઇ છે. જયારે ગાડી માટે 20 લાખ, ઘર માટે 40 લાખ રિપેર માટે 1 લાખ 75 હજાર એડવાન્સ મળી રહી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS