પંજાબ : વાહનો ઉપરથી લાલ લાઇટ હટાવી દેવાઇ

0
40
chief minister saying that it was a
chief minister saying that it was a "traditional right"

પંજાબ : કેપ્ટન અમરિંદર સિંહની નેતૃત્વ વાળી પંજાબ ની નવી સરકારે વીઆઇપી કલ્ચર ને ખતમ કરી દીધું છે. સરકારે શનિવારે પોતાની પહેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય કર્યો કે તેમના અધિકારીક વાહનો ઉપરથી લાલ, પીલી અને લીલી લાઇટો હટાવી દેવાઇ. રાજય ની પહેલી કેબિનેટ બેઠકનું નેતૃત્વ કેપ્ટન અમરિંદર સિંહે કર્યું હતું. બેઠક દરમિયાન કોઇપણ જાતના વિરોધ વગર આધિકારીક વાહનો ઉપર થી લાઇટો હટાવી દેવાનો નિર્ણય સ્વિકાર કર્યો હતો.
બેઠક પૂર્ણ થતા કેપ્ટન અમરિંદર સિંહે ટવીટ કરી જણાવ્યું કે મારી કેબિનેટ ના રાજયમાં વીઆઇપી કલ્ચર ને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. મંત્રિયો, ધારાસભ્યો, અને બ્યૂરોકેટસના વાહનો ઉપરતી બતિયો હટાવી દેવામાં આવશે. ઉપરાંત બેઠકમાં નવી એકસાઇઝ નીતિયો ને મંજૂરી અપાઇ તેમજ શરાબ ના ઠેકા ની સંખ્યા ઓછી કરાઇ. પોલીસ કર્મચારીઓની ડયૂટીનો સમય નકકી કરાશે. ડ્રગ્સ માટે એક સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS