ચીન ના રાષ્ટ્રપતિ શી જિનપીંગ આ અઠવાડિયે ભારત ના પ્રવાસે

0
36

ચીન ના રાષ્ટ્રપતિ શી જિનપીંગ આ અઠવાડિયે ભારત ના પ્રવાસે આવશે. તે કંબોડિયા અને બાંગ્લાદેશ ના પ્રવાસે પણ જશે. ભારતમાં ગોવા માં યોજાનાર બ્રિકસ સંમેલનમાં ભાગ લેશે. ચીન ના વિદેશ મંત્રાલય પ્રવકતા મુજબ 13-17 ઓકટોબર સુધી કાર્યક્રમમાં સૌથી પહેલા કંબોડિયા જશે. તે પછી તે બાંગ્લાદેશ જશે અને અંતિમ દિવસે બ્રિકસ સંમેલનમાં ભાગ લેવા ગોવા જશે. ગોવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. સાથે બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, મ્યાંમાર અને થાઇલેન્ડ ના રાષ્ટ્ર પ્રમુખો સાથે પણ મુલાકાત યોજાશે. બેઠકમાં બંગાળ ઇનીશેટિવ ફોર મલ્ટી સેકટરલ ટેકનીકલ અને ઇકોનોમિક કોર્પો. માં બધા 11 રાષ્ટ્ર પ્રમુખ જોડાશે. 15 ઓકટોબર થી પ્રારંભ થનાર આ સંમેલન 30 વર્ષ પહેલા ચીનમાં મળ્યું હતું.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS