ચાઇનીઝ માલની ડિમાન્ડમાં અડધો ઘટાડો

0
71

ભારતીય બજારમાં હોલસેલ વેપારીઓના જણાવ્યાનુસાર આ દિવાલીમાં ચીની વસ્તુઓ નો બહિષ્કાર ના કારણે ચીન ના સામાનની
માંગ માં પાછલા વર્ષ કરતા લગભગ અડધો અડધ વેચાણ ઘટયું છે. ચીનના માલની માંગ ઘટતા માટીના કોડિયા તેમજ અન્ય વસ્તુની માંગ વધી છે. એક સર્વ મુજબ દેશના વિભિન્ન 20 શહેરોમાંથી મળેલી માહિતીના આધારે અનુમાન લગાવવામાં આવ્યું છે.
સોશિયલ મિડિયા પર ચીની માલના અભિયાન થી બજારમાં આ અસર જોવા મળી છે. સાથો સાથ માટી ના દીવા તેમજ અન્ય ડેકોરેશનનો માલ ભારતમાં બનેલી વસ્તુની ડિમાન્ડ નીકળી છે. લોકોનો ચીની વસ્તુ સામેનો વિરોધ જબરજસ્ત છે. દેશના દરેક શહેરમાં આ બહિષ્કારની અસર જોવા મળી રહી છે. સાથો સાથ ચીની ઇલેકટ્રીક રોશની ની પણ ડિમાન્ડમાં ઘટાડો થયો છે. જયારે ફટાકડા લોકો પોતાની જાતે જ બજારમાં ઓછા ખરીદતા માલુમ પડયું છે. અમુક દુકાનો ઉપર તો બોર્ડ લગાવેલા છે મેઇડ ઇન ઇન્ડિયા

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS