ચિંકારા મામલે : સલમાન ખાન ફરી મુશ્કેલીમાં

0
39

સલમાન ખાન ની મુશ્કેલીમાં પાછો વધારો થયો છે. કાળા હરણ ના અને ચિંકારા શિકાર મામલે સલમાન ની રિહાઇ સામે રાજસ્થાન સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી ગઇ છે. રાજય સરકારે સલમાન ખાન ને છોડવા બદલ રાજસ્થાન હાઇકોર્ટ ના નિર્ણયને ચુનૌતી આપી છે. આ મામલે આવતા અઠવાડિયે અથવા દિવાળી પછી ઉચ્ચતમ ન્યાયાલય માં સુનવણી શરુ થઇ શકે છે. જાણકારી અનુસાર રાજય સરકાર ને ઉચ્ચતમ ન્યાયાલય માં વિશેષ મંજુરી માંગી નિવેદન રજૂ કર્યું છે.
ઉલ્લેખનિય છે કે, રાજસ્થાન ઉચ્ચ ન્યાયાલયે જોધપુર બેંચે 25 જુલાઇએ સલમાન ખાન ને સાક્ષીના અભાવે છોડી દેવાયો હતો.
સલમાન ખાન સામે જોધપુર માં હમ સાથ સાથ હૈ ની વર્ષ 1998 માં ચાલી રહેલી શૃટિંગ દરમિયાન ચિંકારા અને સપ્ટેમ્બરમાં મથાનિયા માં એક શિકાર નો આરોપ છે. તેના પર વન્યજીવ સંરક્ષણ અધિનીયમ અંતર્ગત કલમ-51 મુજબ મામલો દાખલ થયો છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS