ગરમીના હાહાકાર વચ્ચે રાજકોટમાં વાદળીયું અને વિજળીના ઝબકારા

0
32
cloudy atmosphere in rajkot
cloudy atmosphere in rajkot

સમગ્ર રાજયમાં અને અન્ય પ્રદેશોમાં પણ ગરમીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતના મુખ્ય શહેરોમાં બપોર બાદ રાજકોટમાં 43 ડિગ્રીથી તાપમાન એકાએક ગગળી ગયું હતું. અને રાજકોટના અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા પડયા હતા. સાથો સાથ વીજળીના કડાકા સાથે બપોરબાદ વાદળછાયું વાતાવરણ થયું હતું. વાતાવરણમાં અચાનક પલ્ટો મારતા લોકોને ગરમીમાંથી થોડી રાહત જણાઇ હતી. જયારે પોરબંદર, અમરેલી માં તાપમાન 42.5 જેટલું રહ્યું હતું. કચ્છ ખાતે ગાંધીધામ, મુંદ્રા, ભૂજ માં પણ 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટ શહેરમાં જાણે ચોમાસું બેસી ગયું હોય તેવું ધાબળીયું વાતાવરણ બપોરે 3 કલાકથી સાંજના સમય સુધી રહ્યું હતું. તાપમાન અને વાતાવરણમાં અચાનક ફેરફાર સારા અને વહેલા ચોમાસાના એંઘાણ દેખાડી રહ્યું છે. મુખ્ય શહેરોમાં આજે બપોર સુધી અંગ દઝાડતી લૂ ઝરતી હતી. લોકો સામાન્ય સંજોગોમાં ઘર ઓફિસની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જયારે હોસ્પિટલોમાં લૂ લાગવી અને ઝાડા, ઉલ્ટી ના કેસો પણ નોંધવામાં આવ્યા હતા. જાણકારોના મતાનુસાર ચોમાસુ વહેલું થઇ શકે તેવી શકયતાઓ દર્શાવી હતી.

(સુત્રોમાંથી)

NO COMMENTS