કોંગ્રેસ ની બોટ યાત્રા પોરબંદર માં : સરકાર ની બેધારી નીતિ સામે આકરા પ્રહારો

0
57
congress boat yatra pbr
congress boat yatra pbr

વિશાળ જાહેર સભા ને સંબોધન: કોંગી આગેવાનો ના ભાજપ સરકાર ની બેધારી નીતિ સામે આકરા પ્રહારો

કચ્છ ના માંડવી થી શરૂ થયેલી કોંગ્રેશ ની બોટ યાત્રા આજે પોરબંદર આવી પહોંચી હતી અને સુભાસનગર ખાતે કાનજી ચમ ના ડેલા ખાતે વિશાળ સભા ને આગેવાનો એ સંબોધન કરી ને માછીમારો પ્રત્યે ભાજપ સરકાર ની નીતિ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા એ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત પાસે છે. આ દરિયા કિનારા એક સમયે ગુજરાતની સમુદ્ધીનુ પ્રવેશ દ્વાર ગણતા હતા. પરંતુ વર્તમાન ભાજપ સરકારે આ દરિયા કિનારે વસતા આપણા નગર, ગ્રામવાસીઓ અને માછીમાર સમાજના ઉદ્ધાર માટે કામ કરવાની જગ્યાએ ૧,૬૦૦ કિમી દરિયા કિનારો ઉદ્યોગપતિઓને વેંચી દીધો છે. એટલુ જ નહી કોંગ્રેસ સરકારોએ માછીમાર ભાઈઓના સર્વાંગી વિકાસ માટે અમલામાં મુકેલી વિવિધ યોજનાઓ બંધ કરી દેવામાં આવી છે. ભાજપ સરકારમાં માછીમારભાઈઓ અને દરિયા કિનારાના લોકોની ફરિયાદ સાંભળનાર કોઈ નથી. ત્યારે માછીમારભાઈઓ અને કિનારે વસતા લોકોનાં પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે ‘કિનારા બચાવો અભિયાન (બોટયાત્રા)નુ આયોજન કર્યુ છે.અધિકારો રજુઆતો કરવાથી ન મળે ત્યારે આ માટે લડાઈ લડવી પડે છે. ભાજપ સરકારમાં પણ સમુદ્રકાંઠે રહેતા લોકો અને માછીમાર ભાઈઓના અધિકારો પર તરાપ મારી છે. વારંવાર અને અનેક સ્તરે રજુઆત કરવા છતા ભાજપ સરકારના પેટનુ પાણી પણ હાલતુ નથી. અધિકારો માંગવા જતા લોકો પર લાઠીચાર્જ થાય છે. ત્યારે આવી અન્યાયી સરકાર સામે પોતાના અધિકારો મેળવવાનો એક માત્ર માર્ગ અહિંસક આંદોલન રહે છે. કોંગ્રેસ દ્વારા માછીમાર સમાજના ભાઈઓના પડતર પ્રશ્નો અને અધિકારોની માંગ સાથે ‘કિનારા બચાવો અભિયાન'(બોટયાત્રા)નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આજે પોરબંદર ના માછીમારો ને ના પ્રશ્નો કોંગ્રેશ ની સરકાર આવશે એટલે દૂર થશે.
આ બોટ યાત્રા સમયે મોટી સનખ્યાં માં કોંગ્રેસ ના આગેવાનો , કાર્યકરો, માછીમાર અગ્રણીઓ સહિત માછીમારો ઉપસ્થિત રહ્યા હતા.
આ બોટ યાત્રા પોરબંદર આવતા સ્થાનિક રાજકારણ માં પણ ભારે ગરમાવો આવી ગયો હતો. પોરબંદર ના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા કેબિનેટ મંત્રી હોવાથી અહીં સૌ કોઈ ની નજર છે ત્યારે ભાજપે પણ કોંગ્રેસ ની હાલક ડોલક થતી બોટ ને ડૂબતી બચાવવા આ આયોજન હોવા નું જણાવ્યું હતું.

NO COMMENTS