કોંગ્રેસ જનઆક્રોશ : રેલી તેમજ ગૃહ માં બંગડીઓના ઘા

0
38

ગાંધીનગર : આજે ગાંધીનગર ખાતે કોંગ્રેસ દ્વારા જનઆક્રોશ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં કોંગ્રેસ દ્વારા શકિત પ્રદર્શન પણ કરાયું જે અંતર્ગત કાર્યકરો અને પોલીસ વચ્ચે પણ ચકમક ઝરી હતી. આજે ગાંધીનગર ખાતે મોટાપાયે કાર્યકરો ઉમટી પડયા હતા. અને દેખાવો કર્યા. રેલીને વિધાનસભા તરફ લઇ જવા મંજૂરી ન આપવા છતાં પણ રેલી વિધાનસભા તરફ જતા પોલીસે અટકાવતા કાર્યકરો અને કોંગ્રેસ નેતા અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ હતી.
બાદમાં પોલીસ દ્વારા પક્ષના શંકરસિંહ વાઘેલા, શકિતસિંહ ગોહિલ, અને અન્ય કાર્યકરોની ધરપકડ કરી હતી. કોંગ્રેસ દ્વારા જનઆક્રોશ રેલી માં મુખ્ય મુદ્દા રાજયમાં કાયદો અને વ્યવસ્થાનિ સ્થિતી બગડતા તેમજ મોંઘવારી જેવા મુખ્ય મુદ્દાઓ હતા. આજે ગાંધીનગર જાણે પોલીસ છાવણી માં ફેરવાઇ ગયું હતું. રાજયમાં દલિતો પર થઇ રહેલા હત્યાચાર મુદ્દે ભાજપ ને ઘેરવા વગેરે મુદ્દાઓ લઇ આ રેલીનું આયોજન કરાયું હતું.
સાથો સાથ આજે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે બન્ને પક્ષો વચ્ચે આક્ષેપો કરાયા હતા. દલિત રેલી દરમિયાન થયેલા પથ્થરમારા અંગે લીધેલા પગલા બાબતે વિપક્ષે આક્ષેપ કર્યા હતા. વિપક્ષના સભ્યોએ ગૃહમાં બંગડીઓ ના ઘા કર્યા હતા.

(સુત્રોમાંથી ) (તસવીર સૌજન્ય : દિલીપભાઇ પટેલ )

NO COMMENTS