ગૌમૂત્ર માંથી નીકળું સોનું : જૂનાગઢ કૃષિ યુનિ. ના પ્રોફેસર ગોલકિયા નું સંશોધન

0
354

સંશોધન કર્તા : ડો. બી.એ. ગોલકિયા
એડ્રેસ : ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી
મોબાઇલ : 09979024255
ઇમેલ : baj@jau.in

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ના એક પ્રોફેસર ડો. ગોલકિયા એ દાવો કર્યો છે કે : ગૌમૂત્ર માંથી સોનું નિકળ્યું છે. ચાર વર્ષ ના સંશોધન પછી ડો. બી.એ. ગોલકિયા એ ગુજરાતની પ્રખ્યાત ગિર નસલ ની ગાય ના મૂત્ર માંથી સોનું નિકળયા હોવાનો દાવો કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ના પ્રાધ્યાપક ડો. ગોલકિયા એ પોતાના ચાર વર્ષના સંશોધન પછી 400 થી વધુ ગાયો ના મૂત્રનો અભ્યાસ કર્યો છે. તેમને એક લિટર ગૌમૂત્રમાંથી 3 મિ.લી. થી 10 મિ.લી. સુધી સોનું નિકળ્યું હોવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે આ ધાતુ આયન ના રુપમાં મળે છે. અને પાણીથી ધોઇ શકાય છે.
ગૌમૂત્ર પરિક્ષણ માટે ડો. ગોલકિયા અને તેમની ટીમે ક્રમૈટ્રોગ્રાફી માસ સ્પેકટ્રોમેટ્રી પધ્ધતી નો ઉપયોગ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આપણા પ્રાચીન ગ્રંથોમાં જણાવ્યું હતું કે ગૌમૂત્રમાંથી સુવર્ણ મળે છે. પરંતુ તેમનું કોઇ વૈજ્ઞાનિક સાબિતી ન હતી. અમે તેમના ઉપર સંશોધન કરવાનો નિર્ણય કર્યો હતો. 400 ગાયોના મૂત્રનો અભ્યાસ કરી તેમાંથી સોનું કાઢયું.
ગૌમૂત્ર માંથી સોનું ફકત રાસાયણિક પ્રક્રિયા બાદ જ કાઢી શકાય છે. સંશોધન દરમિયાન તેમણે ગાય સિવાય ભેંસ, ઉંટ ના પણ મૂત્રનું પરિક્ષણ કર્યું હતું. પરંતુ એકપણમાંથી સોનું મળ્યું ન હતું. ગૌમૂત્રમાં 388 જેવા ઔષધી ગુણ હોય છે. તેનાથી બીમારીયાં નો ઇલાજ કરી શકાય છે.

 

(સુત્રોમાંથી )

NO COMMENTS