દાળોના ભાવ હવે નહીં વધે : સરકારી પ્લાન

0
54

દેશમાં દાળોના ભાવને નિયંત્રણ અને સમસ્યા ના સમાધાન માટે અને ભાવ ઉપર નિયંત્રણ માટે સરકારે દાળો નો બફર બફર સ્ટોક 20 લાખ ટન કરવાનો નિર્ણય લીધો છે. પી.એમ. મોદી ની અધ્યક્ષતા માં મંત્રિમંડળ ની આર્થિક મામલે સમિતિ ની બેઠકમાં દાળ નો બફર સ્ટોક 20 લાખ ટન કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. બફર સ્ટોક માટે 10 લાખ ટન દાળ સ્થાનિક બજારોમાં ખરીદી કરાશે. બફર સ્ટોક માટે દાળો ની માત્રા નો નિર્ણય સ્થાનિય અને આંતરરાષ્ટ્રીય બજાર માં તેની ઉપલબ્ધતા તથા ભાવ ઉપર આધાર રખાશે. જો તેમાં કોઇ ફેરફાર કરાશે તો તેની મંજૂરી લેવામાં આવશે.
રાજય સરકારને પણ દાળો ની ખરીદી માટે અધિકૃત કરી શકાશે. વિદેશો માં દાળો ની આયાત વિદેશી સરકાર સાથે સમજોતા કરી કરાશે. બફર સ્ટોક માંથી રાજયો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્રિય એજન્સી ને ફાળવવામાં આવશે. રણનિતિક નિર્ણય ઉપર દાળો ને જાહેર કરાશે. બફર પ્રબંધન માટે સંસ્થાઓને પણ શામેલ કરાશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS