દલિતો દ્વારા બૌદ્ધ ધર્મ અંગીકાર કરાયો

0
104

દશેરા ના પાવન પર્વે ગુજરાત રાજયમાં મંગળવારે 200 થી વધુ દલિતો દ્વારા બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. આ રાજયના જુદા જુદા વિસ્તારોમાંથી છે. અમદાવાદ જિલ્લાના દાણીલીમડા માંથી 70 દલિતોએ બૌદ્ધ ધર્મ સ્વિકાર્યો છે. ગુજરાત બુદ્ધિસ્ટિ એકેડમી ના એક કાર્યક્રમમાં આ ધર્મ અંગીકાર કર્યો હતો. દિક્ષા સમારોહ પહેલા દલિતો સામે શોષણ અંગે ચર્ચા યોજાઇ હતી. બૌદ્ધ ધર્મ અંગીકાર કરતા પહેલા પૂછવામાં આવેલ હતું કે કોઇ જાતનું તેમના ઉપર દબાણ તો નથી ને ? વધુમાં વધુ દલિતોએ ધર્મ પરિવર્તન નું કારણ તેમની સાથે થઇ રહેલા ભેદભાવ નું કારણ જણાવ્યું હતું. હવે અમો વધુ ભેદભાવો સહન નથી કરી શકીએ તેમ, ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષમાં ઘણા કિસ્સા બહાર આવ્યા છે જેમા દલિતો પ્રત્યે ભેદભાવ કરાતો હોવાનું સામે આવ્યું છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS